ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (09:34 IST)

Share Market Update- રશિયા-યુક્રેન યુદ્ધથી સળગ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટી ભારે ઘટાડા સાથે ખુલ્યા

Share Market Update:  રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે આજે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા છે. સોમવાર, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, BSE નો 30 શેરવાળો મુખ્ય સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ સવારે 9.15 વાગ્યે 1161.3 પોઈન્ટ ઘટીને 53,172.51 ના સ્તર પર ખુલ્યો હતો.

બીજી તરફ નિફ્ટીએ પણ આજે લાલ નિશાન સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 53000 સુધી નીચે આવ્યો હતો. તે 1409.27 પોઈન્ટ અથવા 2.59% તૂટીને 52,924.54 ના સ્તરે હતો. તે જ સમયે, નિફ્ટી 398.00 પોઈન્ટના ઘટાડા સાથે 15,847.35 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.