બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 1 ઑક્ટોબર 2022 (10:36 IST)

ED Action: દેશની સૌથી મોટી જપ્તીની કાર્યવાહીને મંજૂરી, EDએ આ મોટી કંપની પર મજબૂત કરી પોતાની પકડ

ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)એ ચીની મોબાઈલ નિર્માતા Xiaomi ના રૂ. 5,551 કરોડની જપ્તી માટે મંજૂરી આપી છે. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટી જપ્તીની કાર્યવાહી છે. 29 એપ્રિલના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ Xiaomiના બેંકોમાં જમા કરાયેલા નાણાં જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.
 
બાદમાં તેને મંજૂરી માટે સક્ષમ અધિકારીને મોકલવામાં આવી હતી. આ મંજૂરી કાયદા દ્વારા ફરજિયાત છે. FEMA નો ઉપયોગ દેશમાં વિદેશી વિનિમય નિયમનના ઉલ્લંઘન સાથે વ્યવહાર કરવા માટે થાય છે. Xiaomi ભારતમાં મોબાઈલ ફોનનો બિઝનેસ Mi અને Xiaomiના નામથી કરે છે, જે ચીનના Xiaomi ગ્રુપની સંપૂર્ણ માલિકીની કંપની છે.
 
EDએ શુક્રવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ 29 એપ્રિલે FEMA હેઠળ જપ્તીનો આદેશ જારી કર્યો હતો અને ત્યારબાદ તેને સક્ષમ અધિકારીની મંજૂરી માટે મોકલ્યો હતો જેને આજે મંજૂરી મળી છે. આ સાથે શાઓમી(Xiaomi)ની ટાંચમાં લીધેલ રૂ. 5551 કરોડની સંપત્તિ ભારતના ઈતિહાસની સૌથી મોટી જપ્તી છે.