બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 ઑગસ્ટ 2022 (10:47 IST)

વલસાડની મહિલા સિંગરનું રહસ્યમય સંજોગોમાં મોત, નદી કિનારે કારમાંથી મળ્યો મૃતદેહ

singer death
વલસાડ જિલ્લાના પારડીની પાર નદી નજીક ગાયક કલાકાર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં હત્યા કરેલું લાશ કારમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ભોગ બનનારના પતિ એ ગઇ કાલે સાંજે સીટી પોલીસ મથકે પત્નીની ગુમ થયાની જાણ કરી હતી. આખરે મહિલા ના મોત અંગે અનેક રહસ્યો અકબંધ છે. જોકે પોલીસ એ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224માં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. પારડી પોલીસે ચેક કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પાર નદી પાસે એક શંકાસ્પદ હાલતમાં કાર ઉભેલી જોઈને સ્થાનિક લોકોએ આજુબાજુમાં કાર માલિકની શોધખોળ હાથ ધરી હતી. કાર માલિક ન મળતા સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં ચેક કરતા કારની પાછળની સીટના ફૂટરેક પાસેથી વલસાડની એક મહિલાની લાશ મળી હતી. પારડી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી FSLની ટીમની મદદ મેળવી હતી. ઘટના અંગે વલસાડ LCBની ટીમને જાણ થતાં વલસાડ LCBની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.હાલ તો મહિલા ની લાશ ને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોત અંગે અનેક રહસ્યો અકબંધ છે, ત્યારે પોલીસ એ હાલ હત્યા કેમ થઈ મહિલા કેમ અહીંયા ગાડી લઈ આવી એ દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે વલસાડની સિંગર વૈશાલી બલસારાના મોતનું પગેરું ક્યારે ઉકેલાશે.