કોળિયાકના દરિયામાં કરૂણાંતિકા, બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા
ભાવનગરથી 24 કિમી દુર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે, જેમાં કરુણાંતિકા સર્જાઈ
ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે ભાદરવી અમાસ નિમિત્તે મેળો ભરાયો હતો. ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાનનું પણ ખૂબ મહત્વ હોય છે જેથી લોકો દરિયામાં ન્હાવા પડતાં હોય છે, ત્યારે ગઈકાલે મેળા દરમિયાન દરિયામાં 6 મિત્રો ન્હાવા પડ્યા હતા. જે પૈકી ત્રણ મિત્રોના ડુબી જવાથી મોત થયા છે તેમજ એક અન્ય વ્યક્તિનું પણ મોત થયું હતું.