સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (17:27 IST)

બે માળની બિલ્ડિંગ 2 સેકન્ડમાં જ પડી ગઈ

રાજસ્થાનના જયપુરમાં મોડી રાત્રે આશરે 8.30 વાગ્યે બે માળની દુકાન અચાનક જ 2 સેકન્ડમાં જ પડી ગઈ હતી. 5 મિનિટ પહેલાં જ બહાર નીકળ્યા હતા. દુકાન પહેલેથી હલવા લાગી હતી. એ પછી ત્રણે બહાર આવી ગયા હતા. ઘટના માનસરોવરના પૃથ્વીરાજ નગરની છે. અહીં બેઝમેન્ટના ખોદકામના સમયે આ દુર્ઘટના ઘટી હતી. આ દુકાનમાં નીચે સલૂન ચાલી રહ્યું હતું, જ્યારે ઉપર ડ્રાયફ્રૂટના પેકિંગનું કામ ચાલી રહ્યું હતું.
 
જમવા ગયો પરત આવ્યો તો દુકાન ધરાશાયી 
દુકાનનો માલિક વિષ્ણુએ જણાવ્યું હતું કે તે ભોજન કરવા માટે દુકાનથી લગભગ 100 મીટર દૂર ઘરે ગયા હતા. આ દરમિયાન હેલ્પરનો ફોન આવ્યો હતો કે દુકાનની ખુરસી અને સામાન હલી રહ્યો છે. દુકાનમાંથી ચર-ચર અવાજ આવી રહ્યો છે. હું વચ્ચેથી જમવાનું છોડીને પરત ગયો તો દુકાન પડી ગઈ હતી