1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. Electric Vehicle Business Ideas

Electric Vehicle થી કમાણીનો નવો રસ્તો, જાણો EV માં કયા કયા બિઝનેસ છે ફાયદાનો સોદો

Electric Vehicle Business Ideas
Electric Vehicle Business Ideas
Electric Vehicle India : ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) થી ફક્ત ગાડી ચલાવીને જ નહી પણ અનેક પ્રકારના બિઝનેસ કરીને કમાણી કરી શકાય છે. EV નું વેચાણ અને ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. 2025 માં, ભારતમાં EV નું વેચાણ લગભગ 2.3 મિલિયન યુનિટ સુધી પહોંચવાનો અંદાજ છે, અને EV નું નવા વાહનોના રજીસ્ટ્રેશનમાં આશરે 8 ટકા હિસ્સો છે. આનો અર્થ એ છે કે જો તમારી પાસે ઇલેક્ટ્રિક વાહન છે, તો તમે તેને આવકનો સ્ત્રોત પણ બનાવી શકો છો.

 
નાની વસ્તુઓની ડિલિવરી, ઈ-કોમર્સ અને સ્થાનિક લોજિસ્ટિક્સની માંગ વધી રહી છે. પોર્ટર જેવા પ્લેટફોર્મ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ અને નાના EV કોમર્શિયલ વાહનોનું મુદ્રીકરણ કરવાની તકો પ્રદાન કરે છે. વધુમાં, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ માટે પણ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી શકાય છે. આગામી વર્ષોમાં, EV માટે સૌથી મોટી તકો વાહન વેચાણ કરતાં સેવા, ચાર્જિંગ, બેટરી અને ડિલિવરી ઇકોસિસ્ટમમાં વધુ હોઈ શકે છે.
 

EV Porter થી કેટલી કમાણી થઈ શકે છે ?  

 

રોજ માલ લાવવો લઈ જવો થી થતી કમાણી 

સ્થાનિક ડિલિવરી, સ્ટોર માલ અને વેરહાઉસ ડિલિવરી. દિવસમાં 8-12 કલાક કામ કરવાથી આશરે રૂ.1,000– રૂ.2,500 ની કુલ કમાણી થઈ શકે છે (શહેર, રૂટ અને કાર્ય ઉપલબ્ધતાના આધારે). તમે Amazon, Flipkart, Blinkit, Swiggy, Zomato જેવી કંપનીઓ માટે કામ કરી શકો છો.
 

ઈ-રિક્ષા ચલાવીને કેવી રીતે થશે કમાણી ?

જો તમારી પાસે ઈ-રિક્ષા છે તો નાના શહેરો અને ગામડાઓમાં ઓછા ખર્ચમાં રોજ કમાણીનુ સાધન બની શકે છે. જો યોગ્ય માર્ગ અને સમય પસંદ કરવામાં આવે તો તે આવકનો મોટો સ્ત્રોત બની શકે છે. રેલ્વે સ્ટેશન, બજાર, બસ સ્ટેન્ડ, કોલોની, શાળા માર્ગ, બજાર વિસ્તારમાં ઈ રીક્ષા ચલાવી શકાય છે. આ ઉપરાંત, તમે ઈ-રિક્ષા ડ્રાઈવરને હાયર કરીને અથવા ભાડા પર ડ્રાઈવ કરીને પણ કમાણી કરી શકો છો.
 

EV સ્પેરપાર્ટ્સ અને એસેસરીઝનો વ્યવસાય

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થવાથી તમે તેમના સ્પેરપાર્ટ્સ અને એસેસરીઝનો બિઝનેસ કરી શકો છો. હેલ્મેટ, ચાર્જર, બેટરી, ટાયર, સીટ કવર, મોબાઇલ ધારક, ઇવી લાઇટ જેવી વસ્તુઓનો વેપાર કરી શકાય છે.

EV ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરીને કમાણી કરો

 
EV ચાર્જિંગ પોઈન્ટ પેટ્રોલ પંપની જેમ શરૂ કરી શકાય છે. માર્કેટ, મોલ, ઓફિસ, હાઇવે, પેટ્રોલ પંપ કે પાર્કિંગમાં ચાર્જિંગની સુવિધા આપીને કમાઓ. EV માં વધારા સાથે ચાર્જિંગ નેટવર્કની માંગ ભવિષ્યમાં વધવાની શક્યતા છે. ઘણા શહેરોમાં નવા ચાર્જિંગ સ્ટેશન વધારવાની યોજના ચાલી રહી છે. 
 

EV બેટરી સ્વૈપિંગ સ્ટેશન

 
ખાસ કરીને ઈ-રિક્ષા, ઇલેક્ટ્રિક સ્કૂટર અને ડિલિવરી વાહનો માટે. ગ્રાહક ખાલી બેટરી આપી શકે છે અને તરત જ ચાર્જ કરેલી બેટરી મેળવી શકે છે. બેટરી સ્વેપિંગ મોડલમાં વારેઘડીએ આવનારી કમાણીની (subscription/service)તક હોય છે. 
આગળનો લેખ
ન્યુઝીલેન્ડમાં 7.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે શરૂઆતમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી; બાદમાં નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.