હવે તમારા ઘરે નહી આવે લાઈટનું બિલ, સરકાર જલ્દી કરશે આ બદલાવ

Last Modified શુક્રવાર, 8 જૂન 2018 (12:13 IST)
ટૂંક સમયમાં જ વીજળીનુ બિલ ઘરે આવવુ જૂની વાત થઈ જશે. કેન્દ્ર સરકાર સમગ્ર બિલિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે સરકાર આગામી ત્રણ વર્ષમાં બધા મીટરને સ્માર્ટ પ્રીપેડમાં બદલવાની તૈયારી કરી રહી છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી આરકે સિંહે કહ્યુ, "જલ્દી જ એ દિવસ આવશે, જ્યારે તમારા ઘરમાં વીજળીનુ બિલ આવવુ બંધ થઈ જશે. આગામી ત્રણ વર્ષ દરમિયાન બધા મીટરને સ્માર્ટ પ્રીપેડ કરવામાં આવશે. આ માટે જરૂરી છે કે સ્માર્ટ પ્રીપેડ મીટરનુ પ્રોડક્શન વધારવામાં આવે અને તેની કિમંતોમાં કપાત કરવામાં આવે.

આરકે સિંહ સ્માર્ટ મીટર મેન્યુફેક્ચર્સના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યુ કે મેન્યુફેક્ચરર્સને સ્માર્ટ મીટરની મૈન્યુફેક્ચરિંગ પર જોર આપવો જોઈએ. આવનારા વર્ષમાં તેની માંગ ખૂબ વધવાની છે.

કેન્દ્રીય મંત્રીએ પાવર મિનિસ્ટ્રીના અધિકારીઓને પણ આ દરમિયાન સલાહ આપી. તેમણે કહ્યુ કે સ્માર્ટ પ્રીપેડ મીટર્સને એક ચોક્કસ તારીખ પછી અનિવાર્ય કરી દેવા જોઈએ.

સ્માર્ટ મીટરને આ રીતે બનાવવામાં આવે છે કે આ મીટર રીડિંગ્સ વીજળી કંપની સીધી મોકલી આપે છે. આ ખોટુ રીડિંગ લાવવાની આશંકા પણ ઓછી થઈ જાય છે. આ મીટર પર એક ડિસ્પ્લે પણ લવાવેલ હોય છે. જેના દ્વારા તમે સહેલાઈથી સમજી શકશો કે તમારી વીજળીની ખપત કેટલી છે.


આ પણ વાંચો :