શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2020 (11:13 IST)

લોકડાઉન લંબાવાયુ: એપ્રિલનુ વેતન ચૂકવવવાનુ રહેશે, નહીતર થશે જેલ

સરકારે નિર્ણય કર્યો છે કે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 34 હેઠળનુ જાહેરનામુ લંબાવવામાં આવશે અને  શ્રમિકોને એપ્રિલ માસની ચૂકવણીને  પણ આ જાહેરનામામાં આવરી લેવામાં આવશે. લૉકડાઉન તા. 3 મે સુધી લંબાઈ જતાં હવે આ જાહેરનામુ ફેકટરીઝ એકટ હેઠળ નોંધવામાં આવેલી તથા અન્ય ફેકટરીઓને પણ લાગુ પડશે. 
 
આ ઉપરાંત આ જાહેરનામુ ગુમાસ્તા ધારા (શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ) તથા ઘરકામ કરતા નોકરોને પણ લાગુ પડશે. આ જાહેરનામુ કોન્ટ્રાકટ પરના કામદારોની સાથે સાથે  ઔપચારિક અથવા અનૌપચારિક ક્ષેત્રના તમામ કામદારોને પણ લાગુ પડશે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ  એક વર્ષની સજા અથવા તો  દંડ અથવા તો તે દંડ અને સજા બંનેને પાત્ર બની શકે છે.
 
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે “કામદારોને સમયસર વેતન ચૂકવાય તે માટે આ કદમ ભરવામાં આવ્યું છે. વડાપ્રધાને તેમના રાષ્ટ્રને સંબોધનમાં  ઉલ્લેખ કર્યો હતો તે મુજબ, રાષ્ટ્ર એ કર્મચારીઓના મુદ્દે સંવેદનશીલ બનવાની જરૂર છે અને કોઈને નોકરીમાંથી કાઢી મુકી શકાશે નહી.”  વિપુલ મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે ગઈ કાલે વિડીયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં માન. મુખ્ય પ્રધાને પણ આ બાબતે ઉલ્લેખ કર્યો હતો,  આ મુજબ તેમણે તમામ કલેકટરને આ જાહેરનામુ લંબાવવા માટે સૂચના આપી છે.  
 
તે ઉપરાંત વેતનની ચૂકવણીનો અમલ થાય તે માટે  હેલ્પલાઈનને પણ સક્રિય બનાવવા માટે નિર્દેશ આપ્યો છે. “અત્યાર સુધીમાં ઔપચારિક ક્ષેત્રના માલિકોએ કામદારોને રૂ. 1458 કરોડ વેતન ચૂકવી દીધુ છે. “પ્રતિભાવ સારો છે. અને વેપાર અને ઉદ્યોગે સમજ તેમજ હકારાત્મક ભાવના દર્શાવી છે અને સરકાર તેની કદર કરે છે'