સોમવાર, 14 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 એપ્રિલ 2025 (15:47 IST)

પેટ્રોલ અને ડીઝલ થશે મોંઘા, સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો કર્યો વધારો

સરકારે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાનુ એલાન કર્યુ છે. જેનાથી હવે તમને પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે વધુ પૈસા ચુકવવા પડશે. સરકારે આ નિર્ણય વૈશ્ચિક તેલ કિમંતોમાં ચાલી રહેલ ઉતાર-ચઢાવ અને ટ્રમ્પના ટેરિફ વચ્ચે લેવામાં આવ્યો છે. 
 
હાલમાં, સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર 19.90 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 15.80 રૂપિયા વસૂલ કરી રહી છે. આ વધારા પછી, પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 21.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 17.80 રૂપિયા પ્રતિ લિટર થશે.