મંગળવાર, 7 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હીઃ , શનિવાર, 31 ઑગસ્ટ 2019 (08:32 IST)

10 સરકારી બેંકો 4 બેંકો મર્જ કરીને ચાર બેન્ક બનાવવામાં આવશે, તેમનો વ્યવસાય 55.81 લાખ કરોડ થશે; સરકારે કહ્યું - કોઈ છટણી થશે નહીં

10 સરકારી બેંકો મર્જ
સુસ્ત થઇ રહેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આજે વધુ મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી હતી. 23મી ઓગસ્ટના દિવસે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે વધુ જાહેરાતો કરવામાં આવી હતી.  નિર્મલા સીતારમણે કહ્યુ કે, બેન્કિંગ સિસ્ટમમા સુધારો થઇ રહ્યો છે. તેમણે કહ્યુ કે, પંજાબ નેશનલ બેન્કમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ કોમર્સનું વિલય થશે. આ મર્જર બાદ પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક બની જશે. તે સિવાય નિર્મલા સીતારમણે કેનરા બેન્ક અને સિંડિકેટ બેન્કના વિલયની પણ જાહેરાત કરી હતી. સાથે નિર્મલા સીતારમણે કહ્યું કે, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું વિલય કરવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન બેન્કમાં ઇલાહાબાદ બેન્કની મર્જર કરવામાં આવશે.
 
વિલીનીકરણ બાદ આ દેશની પાંચમી સૌથી મોટી પબ્લિક ક્ષેત્રની બેંક હશે. ઇન્ડિયન અને ઇલાબાદ બેંકનું વિલીનીકરણ થશે અને આ દેશની સાતમી મોટી બેંક હશે. સરકારનું ધ્યાન બેંકિંગ સેક્ટરને વધુ મજબૂત કરવા પર રહેલું છે. તેમણે કહ્યું હતું કે, આઠ સરકારી બેંકોએ રેપોરેટ લિન્ક્ડ લોનની શરૂઆત કરી છે. લોન આપવા માટે સુધાર લાવવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. બેંકોના ગ્રોસ એનપીએમાં ઘટાડો થઇ રહ્યો છે. તેમની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થઇ રહ્યો છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, રેકોર્ડ પ્રમાણમાં લોનની રિકવરી થઇ છે. 18 સરકારી બેંકોમાંથી 14 બેંક નફામાં આવી ગઈ છે.