બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવીદિલ્હી. , સોમવાર, 15 જુલાઈ 2019 (12:00 IST)

Aadhaar મા કરશો આ મોટી ભૂલ તો ભરવો પડશે દંડ

નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમં બતાવ્યુ હતુ કે 1.2 અરબથી વધુ ભારતીયો પાસે આધાર કાર્ડ છે. દેશમાં 22 કરોડ લોકોના પૈનને આધાર સાથે લિંક કરાયો છે.  કરદાતા પૈન નંબર ન હોવાથી આધાર કાર્ડ નંબર દ્વારા ઈંકમ ટેક્સ રિટર્ન ભરી શકે છે.  પણ આધારની ખોટી માહિતી તમને ભારે પડી શકે છે અને આ માટે તમારા પર દંડ પણ લાગી શકે છે. 
 
બેંક ખાતુ ખોલવા, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ માટે અરજી કરવામાં તમે આધારનો પ્રયોગ કરી શકો છો. પણ જો તમે ખોટો આધાર નંબર આપ્યો તો તમારા પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવી શકાય છે.  સંબંધિત જોગવાઈ અને અધિસૂચના રજુ થયા પછી આ દંડાત્મક જોગવાઈ 1 સપ્ટેમ્બર 2019 થી  લાગુ થવાની શક્યતા છે. સમાચાર મુજબ દસ્તાવેજોમાં આધાર સંખ્યા યોગ્ય ન જોવા મળતા તેને પ્રમાણિત કરનારાઓને પણ 10 હજાર દંડ આપવો પડશે.   જો કે દંડનો આદેશ પહેલા સંબંધિત વ્યક્તિના પક્ષમાં સંભળાવવમાં આવશે. 
 
આ વખતના બજેટમાં આધાર સાથે જોડાયેલ જે પણ નવા નિયમ બનાવ્યા છે તેના મુજબ નિયમોમાં સંશોધન કરવામાં આવી રહ્યુ છે. વર્ષ 2019-20નુ બજેટ રજુ કરતા નાણાકીયમંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુ કે બેંકમાં મોટી લેવડ દેવડ માટે હવે પૈન કાર્ડની જરૂર નહી પડે. તેમાં આધાર કાર્ડનો પ્રયોગ કરી શકાશે.  આ માટે ધારા 272બીમાં સુધારો કરવામાં આવશે. વિશેષજ્ઞો મુજબ આવકવેરા અધિનિયમની ધારા 272બી માં પૈનના ઉપયોગ સંબંધિત ઉલ્લંઘન પર દંડાત્મક જોગવાઈ છે.