ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2024 (11:37 IST)

Forbes Rich List: દીકરાના લગ્નમાં અઢળક પૈસા લુટાવ્યા, પછી પણ મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ બન્યા.

ફોર્બ્સે વિશ્વના અબજોપતિઓની યાદી જાહેર કરી છે
મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા
બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા
 
 
Forbes Rich List- ફોર્બસ વિશ્વની અરબપતિઓની લિસ્ટમાં ઈંડિયન બિજનેસમેન મુકેશ અંબાની  (Mukesh Ambani)ના નામ ભારતીય અરબપતિઓ (Billionaires)માં  સૌથી ટૉપ પર છે. સમાચાર મુજબ મુકેશ અંબાનીએ તાજેતરમાં દીકરા અનંત અંબાની ની પ્રી વેડિંગ સેરેમનીમાં આશરે 1000 કરોડ રૂપિયા ખ્રચ કર્યા. સિવાય તેમના નામ ભારતના સૌથી અમીર વ્યક્તિઓમા શામેલ છે. બુધવારને ફોર્બ્સે વિશ્વના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે. મુકેશ અંબાણી એકમાત્ર એવા ભારતીય છે જેમણે વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સાથે ગૌતમ અદાણી બીજા સૌથી અમીર ભારતીય બિઝનેસમેન બની ગયા છે.
 
લિસ્ટના મુજબ રિલાયંસ ઈંડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાનીની નેટ વર્થ 116 બિલિયન ડોલરની આસપાસ છે. ગૌતમ અડાણી ભારતના બીજા સૌથી અમીર બિજનેસમેન બની ગયા છે. ફોર્બસની ગ્લોબલ લિસૃમા તે 17મા સ્થાન પર છે. તેની નેટવર્થ 84 બિલિયન ડોલર છે. 
 
શિવ નાદર ત્રીજા સૌથી ધનિક ભારતીય છે, જેની કુલ સંપત્તિ $36.9 બિલિયન છે. સાવિત્રી જિંદાલ $33.5 બિલિયનની નેટવર્થ સાથે ચોથા સૌથી અમીર ભારતીય બની ગયા છે. દિલીપ સંઘવી $26.7 બિલિયનની નેટવર્થ સાથે પાંચમા સૌથી અમીર ભારતીય બની ગયા છે.
 
તમને જણાવી દઈએ કે આ વર્ષે 200 ભારતીયોએ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, જ્યારે ગયા વર્ષે 167 ભારતીયોએ આ યાદીમાં સ્થાન મેળવ્યું હતું. આ તમામ ભારતીયોની કુલ સંપત્તિ લગભગ 954 અબજ ડોલર છે.