સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 2 માર્ચ 2024 (09:30 IST)

'અનંતમાં હું મારા પિતા ધીરુભાઈને જોઉં છું...', મુકેશ અંબાણીએ આવું કેમ કહ્યું?

mukesh nita ambani
mukesh nita ambani
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય પરંપરામાં આપણે અતિથિ તરીકે મહેમાનોને સંબોધીએ છીએ. આપણે અતિથિ દેવો ભવ કહીએ છીએ, જેનો અર્થ થાય છે કે અતિથિ ભગવાન સમાન છે. તમે બધાએ આ લગ્નનું વાતાવરણ મંગલમય બનાવ્યું છે.

 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આ વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા, ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેલિબ્રેશન થઈ રહી છે. આ સેલિબ્રેશનનું ઉદ્ઘાટન કરતાં મુકેશ અંબાણીએ કહ્યું કે હું જ્યારે પણ અનંતને જોઉં છું ત્યારે મને તેમનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે.
 
તેમણે કહ્યું કે આજે અનંત અને રાધિકા જીવનભરની ભાગીદારીની યાત્રાની શરૂઆત કરી રહ્યા છે. આજે મારા પિતા ઘીરૂભાઈ સ્વર્ગથી અમને આશીર્વાદ આપી 
 
રહ્યા છે. મને વિશ્વાસ છે કે આજે તે ખૂબ જ ખુશ હશે કારણ કે અમે તેમના પૌત્ર અનંતના જીવનની સૌથી સ્પેશિયલ ક્ષણોનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ. 
 
મુકેશ અંબાણીએ કહ્યું કે જામનગર મારા પિતા અને મારી કર્મભૂમિ રહી છે. એક એવી જગ્યા જ્યાં અમને અમારૂ મિશન, જુનૂન અને ઉદ્દેશ્ય મળ્યો. આજથી 
 
ત્રણ વર્ષ પહેલા જામનગર બિલકુલ બંજર જમીન હતી પરંતુ આજે તમે અહીં જે જોઈ રહ્યા છો તો ધીરૂભાઈનું સપનું સાકાર થયું છે. 
 
"મને અનંતમાં અનંત શક્તિ દેખાય છે"
મુકેશ અંબાણીએ કહ્યું કે સંસ્કૃતમાં અનંતનો અર્થ એવો થાય છે જેનો કોઈ અંત નથી. હું અનંતમાં અનંત શક્તિ જોઉં છું. જ્યારે પણ હું અનંતને જોઉં છું ત્યારે મને તેમનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે. અનંતનો પણ મારા પિતા જેવો જ અભિગમ છે કે કશું જ અશક્ય નથી.
 
ઉલ્લેખનીય છે કે  અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા જામગનારમાં શુક્રવારથી ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનો પ્રારંભ થયો છે.