રવિવાર, 21 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Updated : શનિવાર, 2 માર્ચ 2024 (09:17 IST)

WPL 2024: ગ્રેસ હેરિસની વિસ્ફોટક ઈનિંગ્સ, યુપી વોરિયર્સ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પહોંચી ગઈ આ સ્થાને .

UP Warriorz
UP Warriorz
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનમાં UP વોરિયર્સની ટીમે ગુજરાત જાયન્ટ્સ સામેની મેચમાં 6 વિકેટે જીત મેળવી હતી. આ સિઝનમાં યુપી વોરિયર્સની આ બીજી જીત છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. આ પછી લક્ષ્યનો પીછો કરવા આવેલી યુપી વોરિયર્સની ટીમના ગ્રેસ હેરિસે 60 રનની અણનમ ઇનિંગ રમીને માત્ર 15.4 ઓવરમાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત બાદ યુપીની ટીમ હવે WPLની બીજી સિઝનના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.