સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (15:23 IST)

શુભમન ગિલની ગુજરાત ટાઈટંસને મોટો ફટકો, IPL 2024માંથી બહાર થઈ ગયા મોહમ્મદ શમી, જાણો કેમ

- મોહમ્મદ શમી ઈગ્લેંડ વિરુદ્ધ સીરીઝમાં પણ ભાગ નહી લઈ શકે 
- ઈંજેક્શન કામ નથી કરી રહ્યુ, હવે શમીને કરાવવી પડશે સર્જરી 
- સમયસર ઘાયલ થવા અંગે ગંભીરતા ન દાખવતા એનસીએ પર પ્રશ્નચિન્હ 
 
 ઈંડિયન પ્રીમિયર લીગના 2024માં ઝડપી બોલર મોહમ્મદ શમી જોવા નહી મળે. પીટીઆઈ ની રિપોર્ટનુ માનીએ તો વિશ્વકપ અને અગાઉની આઈપીએલ સીજનમાં સૌથી વધુ વિકેટ લેનારા શમી આ સીઝનમાંથી બહાર થઈ ગયા છે.  બીસીસીઆઈના એક સૂત્રએ ગુરૂવારે જણાવ્યુ કે તેઓ જમણી એડી પર વાગવાને કારણે આગામી મહિનામાં થનારી સીઝનમાંથી બહાર થઈ ગયા છે. જે માટે તેઓ યૂકેમાં સર્જરી કરાવશે. 
 
મોહમ્મદ શમી ઈગ્લેંડ વિરુદ્ધ શ્રેણીમાં પણ નથી લઈ શકતા ભાગ 
 
33 વર્ષીય શમી ઈગ્લેંડ વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીનો ભાગ નથી. તેમને અંતિમવાર નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે  વિશ્વકપ ફાઈનલમાં ભારત માટે રમ્યા હતા. સૂત્રએ પોતાના નિવેદનમાં કહ્યુ - શમી જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં પિંડલીનુ વિશેષ ઈંજેક્શન લેવા માટે લંડન ગયા હતા.  તેમને બતાવ્યુ હતુ કે ત્રણ અઠવાડિયા પછી તેઓ સાધારણ દોડ શરૂ કરી શકે છે અને થ્યારબાદ તેઓ રમી શકે છે. 
 
ઈંજેક્શન નથી કરી રહ્યુ કામ, કરાવવી પડશે સર્જરી 
તેમણે આગળ કહ્યુ - જો કે ઈંજેક્શન કામ નથી કરી રહ્યુ અને હવે એકમાત્ર વિકલ્પ સર્જરી બચી છે. તે જલ્દી જ સર્જરી માટે યૂકે રવાના થશે. બીસીસીઆઈના વરિષ્ઠ સૂત્રનુ નામ ન છાપવાની શરત પર કહ્યુ - આઈપીએલનો સવાલ જ ખતમ થઈ ગયો છે.  શમી જે 24 વિકેટ લઈને ભારતના શાનદાર વિશ્વકપ અભિયાનના ટોચના ક્રિકેટરોમાંથી એક હતા. દુખાવો થવા છતા રમ્યા કારણ કે તેમની પોતાની લૈંડિંગની સમસ્યા હતી. પણ આવુ થયુ નહી. જેનાથી તેમના પ્રદર્શન પર અસર થઈ.  

 
એકવાર ફરી એનસીએ સવાલોના ઘેરામાં 
તાજેતરમાં અર્જુન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવેલ શમીએ પોતાના એક દસકા લાંબા કરિયરમાં 229 ટેસ્ટ, વનડે અને 24 ટી20 વિકેટ લીધી છે. શમી માટે હવે તેની ખૂબ ઓછી શક્યતા છે કે તે બાંગ્લાદેશ અને ન્યુઝીલેંડ (ઓક્ટોબર નવેમ્બર) ના વિરુદ્ધ ઘરેલુ મેદાન પર ભારતના ટેસ્ટ મેચ પહેલા કમબેક કરી શકે. આ સાથે જ વર્કલોડ મેનેજમેંટને લઈને પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે છેવટે આટલી ગંભીર રૂપે કેવી રીતે ઘાયલ થઈ શકે છે.