ઘોર અંધારી રે - Gujarati garba lyrics
ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર ... (૨)
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત .... (૨)
ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર ... (૨)
રાતે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો અસવાર ,
રાંદલ માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,
સવા મણ નું રે સુખલડું માં અધમણ ની કુલેર,
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત ,
ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર ... (૨)
કાળે ઘોડે રે કોણ ચડે માં કાળકા નો અસવાર ,
કાળકા માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,
સવા મણ નું રે સુખલડું માં અધમણ ની કુલેર,
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત ,
ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર ... (૨)
પીળે ઘોડે રે કોણ ચડે માં અંબા નો અસવાર ,
અંબા માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,
સવા મણ નું રે સુખલડું માં અધમણ ની કુલેર,
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત ,
ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર ... (૨)
લીલે ઘોડે રે કોણ ચડે માં બહુચર નો અસવાર ,
બહુચર માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,