શનિવાર, 6 સપ્ટેમ્બર 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Modified: શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2025 (12:41 IST)

કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ - Guajrati Garba

Kum Kum Kera Pagle Madi Garbe Ramva Aav
કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા
કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા…
 
 
ચાલો સૈયર જઈએ ચાચર ચોક માં રે લોલ
દીવડો પ્રગટાવે માના ગોખમાં રે લોલ
આરાસુરી માત આવીયા આંગણે રે લોલ
આરાસુરી માત આવીયા આંગણે રે લોલ
સામૈયું તે માનું કરીએ ખોરળે રે લોલ
જય ભવાની માં જય ભવાની
જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ…
 
 
વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખંમ્મા
વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખંમ્મા
કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા…