બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 જુલાઈ 2019 (15:16 IST)

આ રીતે મળશે સસ્તું સોનું, જાણો મોદી સરકારની "સસ્તું સોનું" વેચવાની સ્કીમની 5 ખાસ વાત

નવી દિલ્લી- સોના ભારતમાં નિવેશનો પરંપરાગત માધ્યમ છે. લોકો તેમાં નિવેશને ખૂબ સુરક્ષિત ગણે છે. મોદી સરકારએ સોનામાં લોકોની આ રૂચિને ધ્યાનમાં રાખતા સૉવરેન ગોલ્ડ બોંડનો બીજું ચરણ શરૂ કર્યું છે. સાવરેન ગોલ્ડ બોંડ માટે 8 જુલાઈથી શરૂ થઈ બીજા ચરણનું વેચાણ 12 જુલાઈ સુધી ચાલશે. ત્યારબાદ 16 જુલાઈએ બોંડ રજૂ કરાશે. 
 
શું છે સાવરેન ગોલ્ડ બોંડ સ્કીમ: સોવરેન ગોલ્ડ બોંડની શરૂઆત નવેમ્બર 2015માં કરાઈ હતી. સ્કીમમાં નિવેશકોના દર યુનિટ ગોલ્ડમાં નિવેશનો અવસર મળે છે જેની કીમર આ બુલિયન બજાર મૂલ્યથી સંકળાયેલી હોય છે. બોલ્ડ મેચ્યોર થતા પર તેને રોકડમાં ફેરવાય છે. આ સ્કીમને લાંચ કરવાનો ઉદ્દેશ્ય ભૌતિકરૂપથી સોનાની માંગણીમાં કમી લાવવી છે. 
 
શું છે આ સ્કીમથી સોનાની કીમત: આ ચરણના બાંડસ માટે એક ગ્રામ સોનાની કીમત 3,443 રૂપિયા રાખી છે. જો તમે બાંડ માટે ઑનલાઈન અપ્લાય કરો છો તો તમને 50 રૂપિયા દર ગ્રામની છૂટ મળશે. આ રીતે એક ગ્રામ સોનું તમને 3,393 રૂપિયામાં જ મળી જશે. તેને તમે બેંક, સ્ટૉક હોલ્ડીંગ કાર્પોરેશન ઑફ ઈંડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અને એનએસઈ અમે બીએસઈથી ખરીદી શકો છો. એક માણસ આ સ્કીમ દ્વારા 4 કિલો સોનું ખરીદી શકે છે. 
 
શું છે આ બાંડસને ખરીદવાનો ફાયદો- જો તમે સોનાના સ્થાન પર આ ગોલ્ડ બાંડ ખરીદો છો તો તેમાં નિવેશની અવધિ 8 વર્ષ હશે. પણ તમે 5 વર્ષ પછી પણ તેમના પૈસા કાઢી શકો છો. તેનાથી તમને કેપિટલ ગૈન ટેક્સમાં છૂટ મળી શકે છે. સાથે જ તમે તેને બેંકમાં ગિરવી રાખી લોન પણ લઈ શકો છો. તે સિવાય તમને સ્કીન દ્વારા શરૂઆતી નિવેશ પર 2.5 ટકા વર્ષંનિ વ્યાજ પણ મળશે. 
 
ક્યારે સુધી ખરીદી શકો છો ગોલ્ડ બૉંડ- સૉવરેન ગોલ્ડ બાંડના ત્રીજા ચરણના વેચાણ 5 થી 9 ઓગસ્ટના વચ્ચે થશે. આ ત્રીજા ચરણના બોંડ 14 ઓગસ્ટથી રજૂ થશે. તેમજ ચોથા ચરણ માટે વેચાણ 9 થી 13 સેપ્ટેમબર વચ્ચે થશે અને બાંડ 17 સેપ્ટેમ્બરને રજૂ થશે. 
 
ફરજિયાત કાગળ- આ યોજનામાં નિવેશ માટે KYC માનદંડ તે જ હશે જે વાસ્તવિક સોનાની ખરીદ માટે હોય છે. દરેક આવેદનની સાથે આવકવેરા વિભાગ દ્વારા નિવેશક/ નિવેશકોને રજૂ પેન નંબર થવું જોઈએ.