રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2024 (14:21 IST)

સોનું પહોંચ્યું 65,000ની પાર

gold
Gold crossed 65,000- સોનું ઑલટાઇમ હાઈની સપાટીએ પહોંચ્યું છે  ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 65,000 રૂપિયા ની પાર  થઈ ગયું છે
 
બુધવારે સવારે 5 એપ્રિલ 2024ની ડિલેવરીવાળુ સોનુ 0.22 ટકા કે 145 રૂપિયાના ઘટાડા સાથે  64,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતુ જોવા મળ્યુ.  બીજી બાજુ 24 કેરેટ સોનાની કિમંત મંગળવારે 800 રૂપિયા વધીને 65000 રૂપિયાના નવા રેકોર્ડ સ્તર પર બંધ થઈ હતી.  વૈશ્વિક સ્તરની વાત કરીએ તો આજે સોનામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 
 
ચાંદીની ઘરેલુ વાયદા કિમંત  (Silver Price Today) માં પણ બુધવારે ઘટાડો જોવા મળ્યો છે.  બુધવારે સવારે, એમસીએક્સ એક્સચેન્જ પર, 3 મે, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 0.40 ટકા અથવા રૂ. 291 ઘટીને રૂ. 73,083 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થતી જોવા મળી હતી. મંગળવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીની હાજર કિંમત 900 રૂપિયાના વધારા સાથે 74,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. વૈશ્વિક સ્તરે પણ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
સોનાના ભાવ આ કારણો પર આધાર રાખે છે
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે. જો સોનાની માંગ વધશે તો દર પણ વધશે.