સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 23 મે 2023 (18:15 IST)

Gold Rate Today : સોનુ ખરીદનારાઓ માટે ખુશખબર, 60000ની નીચે આવ્યો રેટ, ચાંદી પણ થઈ સસ્તી

gold
Aaj no sona no bhav shu che 23 May 2023 : આજે શરાફા બજારમાં નબળાઈ છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનું ખરીદવા માંગતા લોકો માટે રાહતના સમાચાર છે, કારણ કે આજના ઘટાડાથી સોનાના ભાવ રૂ.60000થી નીચે આવી ગયા છે. લગભગ 11:30 વાગ્યે, સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે અને 24 કેરેટ સોનાની નવીનતમ કિંમત 59,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. પ્રતિ કિલો ચાંદીના ભાવમાં રૂ.560નો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે ચાંદીનો નવીનતમ ભાવ 72,070 રૂપિયા પ્રતિ કિલો છે. 
 
ચેક કરો ગઈકાલના રેટ 
અગાઉ સોમવારે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ સાંજે 0.66 ટકાની નબળાઈ સાથે રૂ. 60,330 પર બંધ થયો હતો. તે જ સમયે, ચાંદીનો ભાવ પણ 0.77 ટકા ઘટીને રૂ. 72,630 પર બંધ થયો હતો.