શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2023 (14:27 IST)

Gold Silver Price today- સોના-ચાંદીના ભાવમાં વધારો

gold
Gold Silver Price today- ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 62084 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે આજે (બુધવાર) સવારે મોંઘું થયું. 62449 રૂપિયા પર પહોંચી ગયો છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી મોંઘા થયા છે
 
ડિસેમ્બર મહિનામાં સોનાના ભાવના વધારા ઘટાડાની વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનામાં સોનાના મહત્તમ ભાવ 63360 રૂપિયાએ પહોંચ્યા હતાં
 
સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો છે. જોકે રાજકોટ કરતા અમદાવાદમાં સોનાના ભાવ વધારે છે.  રાજકોટમાં સોનાના ભાવ 62 હજાર 600 છે, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવ 72 હજાર 920 રૂપિયા નોંધાયો છે. આમ ગઈકાલ કરતા સોનાના ભાવમાં વધારો થયો છે.
 
24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 62449 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 74040 રૂપિયા છે. આજે 22 કેરેટ સોનાના ભાવ
સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, આજે 995 શુદ્ધતાના સોનાની કિંમત 62199 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે, 916 (22 કેરેટ) સોનાની કિંમત 57203 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.