શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (17:26 IST)

સરકારી કર્મચારીઓ અને પેંશનધારકોને મળી દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં 3%ના વધારાને કેબિનેટની મંજૂરી

Cabinet Decisions: કેન્દ્ર સરકારના પેન્શનરોને મોદી સરકારે  દિવાળીની ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાને મંજૂરી આપી છે. હવે મોંઘવારી ભથ્થું 28 ટકાથી વધીને 31 ટકા થયું છે. આ વધેલુ  મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી લાગુ થશે. તેનાથી કેન્દ્ર સરકારના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 પેન્શનરોને લાભ થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી છે.
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકારે 1 જુલાઈ, 2021 થી મોંઘવારી ભથ્થામાં 28 ટકાનો વધારો કર્યો હતો, જે એ સમયે 17 ટકાથી 11 ટકા વધારે હતો. પરંતુ 1 જાન્યુઆરી, 2020 થી 30 જૂન, 2021 ના ​​સમયગાળા માટે માત્ર 17 ટકા ડીએ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સરકારે DAને રેટ્રોસ્પેક્ટિવ રીતે વધારો કર્યો, એટલે કે, અગાઉના હપ્તાઓને બાદ કરતાં, આ વધારો પછીના હપ્તાઓમાં લાગુ કરવામાં આવ્યો.
 
સરકારે ઉત્પાદકતા લિંક્ડ બોનસ અને બિન ઉત્પાદકતા લિંક્ડ બોનસની જાહેરાત કરી છે.  સૌ પ્રથમ, અમે ભારતીય રેલવેના 11.56 લાખ કર્મચારીઓની વાત કરીશું, જેમને પહેલી મોટી ભેટ મળી. સરકારે તેમને 78 દિવસના બોનસની જાહેરાત કરી છે. આ સાથે, રેલવે કર્મચારીઓને ઉત્પાદકતા લિંક્ડ બોનસ તરીકે લગભગ 17,950 રૂપિયા મળશે. 78 દિવસની ઉત્પાદકતા લિંક્ડ બોનસ નોન-ગેઝેટેડ કર્મચારીઓને આપવામાં આવશે. પરંતુ આમાં RPF/RPSF ના કર્મચારીઓનો સમાવેશ થાય છે.