શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (16:31 IST)

અમદાવાદમાં ધનતેરસે 3 હજાર જેટલી ગાડીઓ વેચાઈ

તહેવારના દિવસે લોકો ખાસ કરીને ગાડીઓ વસાવતા હોય છે. ત્યારે ધનતેરસના દિવસે માત્ર અમદાવાદમાં જ લગભગ 3000થી વધારે કાર ડિલીવર થવાની છે અને કાર ડીલર્સ માટે આજનો દિવસ ખુબ ફાયદાકારી રહેશે એવું લાગી રહ્યું છે. આજના શુભ દિવસે કાર મેળવવા માટે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં વેચાણ વધ્યુ છે. એવું લાગી રહ્યું છે કે ડીલર્સનો આ મહિનાનો સેલ્સ ટાર્ગેટ ગ્રોથ સાથે પુરો થશે. મારુતિ સુઝુકીના રિજનલ હેડ પંકજ પ્રભાકરે કહ્યું કે, માત્ર અમદાવાદમાં જ 1500 કાર ડિલીવર થશે. અને 5 લાખની અંદરની કિંમતની કારનું વેચાણ વધારે થયું છે. સાતમું પગાર પંચ અમલમાં આવવાને કારણે લોકો વધારની આવકનો લાભ લઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હ્યુન્ડાઈ પણ આખા રાજ્યમાં 1700 કાર ડિલીવર કરશે, જેમાંથી 800 કાર અમદાવાદની છે.