ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (13:34 IST)

અમદાવાદ, ઈન્દોર, સહિતનાં પાંચ શહેરોમાં યોજાશે ઈન્ડીયા હેરીટેજ વૉક ફેસ્ટીવલ

ભારતનાં શહેરોના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ વર્ષ માટે ઈન્ટરગ્લોબનો સહયોગ હાંસલ થયો છે. આ સહયોગના ભાગ તરીકે ફાઉન્ડેશન સમગ્ર એડીશન દરમ્યાન હાલમાં પાંચ શહેરોમાં ચાલી રહેલા ઈન્ડીયા હેરીટેજ વૉક ફેસ્ટીવલ (IHWF) માં આયોજીત અનુભવને પ્રોત્સાહિત કરશે. આ એવોર્ડ વિજેતા, મલ્ટીસીટી ફેસ્ટીવલ 44 શહેરોમાં 10 થીમ સાથે 140 અનુભવ પૂરા પાડવામાં આવ્યા છે અને આ રીતે ભારતના સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાનું અભિવાદન કરાઈ રહ્યું છે.
 
ફેસ્ટીવલની ત્રીજી એડીશનને ભિન્ન સ્વરૂપે ડીઝાઈન કરવામાં આવી છે અને તે વિવિધ યુઝર ગ્રુપ મારફતે લોકોને આવરી લે છે. મારૂ શહેર, મારો વારસો પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ, ગોવા, શિલોંગ, ઈન્દોર અને પ્રયાગરાજ સહિત શહેરોમાં ક્યુરેટ કરાયેલા પ્રોગ્રામનો અનુભવ પૂરો પાડવામાં આવશે. જેને ઈન્ટરગ્લોબ ફાઉન્ડેશનનો સહયોગ હાંસલ થયો છે. આ અનુભવોમાં વૉક, ઈન્સ્ટામીટસ, વર્કશોપ્સ અને અનુભૂતિઓને આવરી લેવામાં આવી છે. સાહાપેડીયાની એક વિશેષ પહેલ તરીકે ખાસ જરૂરિયાત ધરાવતા લોકો અને વારસાથી વંચિત વર્ગની પશ્ચાદભૂમિકા ધરાવતા લોકો સાથે પરામર્શ થઈ શકે તે રીતે મેકીંગ કલ્ચરને વધુ સુલભ બનાવ્યું છે.
 
મ્યુઝિયમથી માંડીને ઐતિહાસિક રીતે નોંધપાત્ર સ્મારકો અને બજારો, રસપ્રદ કુદરતી સૌંદર્ય ધરાવતા વિસ્તારોમાં અને પોતાની  સ્વાદિષ્ટ વાનગીઓ ધરાવતા વિસ્તારોમાં ભ્રમણ, જેન્ડરલક્ષી (gender-oriented) ચર્ચા વગેરેનો સમાવેશ કરતા આ કાર્યક્રમમાં આ વર્ષે 10 થીમ આવરી લેવામાં આવી છે, જેમાં  જ્ઞાન પરંપરા, દાર્શનિક અને મટિરિયલ આર્ટસ, પરફોર્મીંગ આર્ટસ, સાહિત્ય અને ભાષાઓ, પ્રણાલી અને તહેવારો, ઈતિહાસ, સંસ્થાઓ, બાંધકામ થયેલાં સ્થળો અને કુદરતી વાતાવરણનો સમાવેશ થાય છે.
 
આ પાર્ટનરશીપ અંગે પ્રતિભાવ આપતાં ઈન્ટરગ્લોબના હેડ- કુ. પ્રિયંકા સિંઘ જણાવ્યું હતું કે “ઈન્ડીયા હેરીટેજ વૉક ફેસ્ટીવલનો પ્રયાસ સ્પર્શી શકાય અને નહીં સ્પર્શી શકાય તેવા ભારતના વારસાને દર્શાવવાનો છે. ભારતની સમૃધ્ધ સંસ્કૃતિમાંથી ઓછા જાણીતા ઉત્કૃષ્ટ નમૂનાઓ પસંદ કરીને તેનું વિશ્લેષણ કરવાનો છે. ઈન્ટરગ્લોબ ખાતે અમે સંસ્કૃતિ અને હેરીટેજની જાળવણી તથા આજીવિકાના પ્રોત્સાહન માટેના ક્ષેત્રમાં અર્થપૂર્ણ અને પરિવર્તનકારી અસર ઉભી કરી રહ્યા છીએ. આ ફેસ્ટીવલ આપણા રાષ્ટ્રમાં નજરે પડતા હેરીટેજને સૌ પ્રોત્સાહિત તો કરે જ છે, પણ સાથે સાથે આ વૉકમાં ભાગ લેનાર લોકોને કુશળ કસબીઓ મારફતે મેળવાતી આજીવિકાનો પણ પરિચય આપે છે. આ ખૂબ જ જરૂરી પ્રયાસમાં હિસ્સો બનતાં અમે રોમાંચ અનુભવીએ છીએ.”
 
આ ફેસ્ટીવલ અંગે પ્રતિભાવ આપતાં ફેસ્ટીવલ ડિરેક્ટર (IHWF) અને સેક્રેટરી, સાહાપેડીઆ શ્રી વૈભવ ચૌહાણ જણાવે છે કે "આ વર્ષે રસપ્રદ અને મહત્વના હેરીટેજ સ્થળોના ભિન્ન સ્વરૂપો અંગે પ્રોત્સાહિત કરવાની સાથે સાથે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ સ્થળો વિવિધ જૂથો માટે સંપર્ક પાત્ર બની રહે. ખાસ કરીને અમારા પ્રયાસોને બાળકો, દિવ્યાંગો અને આર્થિક રીતે વંચિત સમૂહની પશ્ચાદ્દભૂમિકા ધરાવતા વિવિધ જૂથો તરફ લઈ જવાયા છે કે જે હેરીટેજ સ્થળોમાં સામાન્ય રીતે આ પ્રકારના સંપર્ક કાર્યક્રમો ઉપલબ્ધ નથી. અમે વિશેષ વૉકસ અને સમારંભોનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ, સ્થાનિક નિવાસીઓ અને ફોટોગ્રાફર્સ, કન્ઝર્વેઝનીસ્ટ તથા અન્ય ખાસ યુઝર ગ્રુપને ધ્યાનમાં લેવામાં આવ્યા છે."
 
યુનેસ્કો, નવી દિલ્હી, એનએમડીસી અને તાતા ટેકનોલોજીસનો જેને સહયોગ પ્રાપ્ત થયો છે તે આ એક માસ લાંબો ફેસ્ટીવલ તા.29 ફેબ્રુઆરી સુધી ચાલશે.