શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 4 જાન્યુઆરી 2016 (18:30 IST)

એક્સટ્રા ઈનક્મ માટેના પાંચ સાધનો

એક્સટ્રા ઈનક્મ માટેના પાંચ સાધનો
ઘરનો ખર્ચ ચાલી નથી રહ્યો. તમે પરેશાન છો કે કેવી રીતે લોનના હપ્તા ચુકવવામાં આવે. કેવી રીતે બાળકોની ફી ભરવામાં આવે અને આવામાં જો બાળક કોઈ ડિમાંડ કરી બેસે છે તો તમે પરેશાન થઈ જાવ છો. આવી પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે જરૂરી છે ઘરમાં એકસ્ટ્રા ઈનકમ મતલબ વધારાની કમાણી. અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે કેવી રીતે ઘરે બેસીને વધુ ધન કમાવી શકાય છે... 
 
1. શોખને બદલો બિઝનેસમાં .. જો તમે લખવાનો શોખ ધરાવો છો તો કોઈ મીડિયા કંપની સાથે એક ફ્રીલાંસર તરીકે જોડાય જાવ.  જો ભણાવવાનો શોખ છે તો ઘર પર ટ્યુશન શરૂ કરી દો. જો તમે એક સારા ખેલાડી રહી ચુક્યા છો તો કોચ બની જાવ અનેજો તમારી અંદર ક્રિએટીવી છે તો પડોશીઓના બાળકોને ક્રિએટિવ ક્લાસેસ દ્વારા રૂપિયા કમાવી શકો છો. એટલુ જ નહી જો તમે એક સારા એક્ટર છો તો શોર્ટ ફિલ્મ બનાવીને યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કરવો શરૂ કરો. જે ધનના સ્ત્રોતમાં બદલાય શકે છે. 
 
2.  ભાડા પર મકાન - જો તમારા ઘરમાં રૂમ ખાલી પડ્યા છે કે પછી તમારી પાસે એક વધુ મકાન છે જ્યા તમે રહેતા નથી તો તેને ભાડા પર આપી દો.  એટલુ જ નહી જો તમારી કોઈ જમીન ખાલી પડી છે તો તે પણ તમે ભાડેથી આપી શકો છો.  દર મહિને તમને એક સાથે રકમ મળશે. 
 
3. પત્નીની ઈનકમ - જો તમે વિચારો છો કે તમારી પત્ની ફક્ત ઘરમાં રસોઈ બનાવવા માટે છે તો તમે ખોટા છો. તેમની અંદરના હુનરને શોધો. ચોક્કસ રૂપે તમારી પત્ની માત્ર ત્રણથી ચાર કલાકમો સમય કાઢીને ઘરની કમાણીમાં પાંચથી દસ હજાર રૂપિયા સુધી જોડી શકે છે. જો થોડો વધુ સમય કાઢી લેવામાં આવે તો તે 20થી 30 હજાર રૂપિયા મહિનાની કમાણી કરી શકે છે. બસ જરૂર છે તેની અંદરની આવડતને ઓળખવાની. 
 
4. ફિક્સ ડિપોઝીટ - જો તમને ક્યાકથી એકસાથે રૂપિયા મળે છે તો તમે તેન ફિક્સ કરી દો અને એવી સ્કીમમાં તેને ફિક્સ કરો કે ત્યાથી તમને રિટર્ન મળતુ રહે.  આનાથી મહિનાનુ બર્ડન ઓછુ થઈ જશે.