2024 માં ગોલ્ડ એ આપ્યુ 20 ટકાથી વધુ રિટર્ન, ચાંદી 18 ટકા, 2025માં કેવી રહેશે આમની ચાલ ?
Gold silver year ender :છેલ્લા ઘણા વર્ષોની જેમ 2024માં પણ સોનું રોકાણકારો માટે સોનું રહેશે. સલામત રોકાણ તરીકે સોનાના ભાવ નવા વર્ષમાં રેકોર્ડ તોડવાનું ચાલુ રાખશે. ભૌગોલિક રાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે તે સ્થાનિક બજારમાં રૂ. 90,000ના સ્તર સુધી પણ જઈ શકે છે. નાણાકીય નીતિમાં નરમ વલણ અને કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદીને કારણે તેની કિંમતો પણ વધશે. જો કે, એકવાર ભૂ-રાજકીય કટોકટી શમી જાય પછી, રૂપિયામાં ઘટાડો અટકશે, જેના કારણે સોનાના ભાવમાં પણ નરમાઈ આવી શકે છે.
2024માં ગોલ્ડ અને સિલ્વરે કેટલુ આપ્યુ રિટર્ન - 2024માં સોના અને ચાંદીએ રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યુ. પશ્ચિમ એશિયામાં તનાવ અને રૂસ યુક્રેન યુદ્ધને કારણે અનેક દેશોએ આ વર્ષે પોતાના ગોલ્ડ રિઝર્વને વધાર્યુ. સામાન્ય લોકોએ પણ આ વર્ષે સોનામાં જોરદાર રોકાણ કર્યુ. વર્ષ 2024માં એક જાન્યુઆરીના રોજ MCX પર 24 કૈરેટ સોનાની કિમંત 63288 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 30 ડિસેમ્બરના રોજ આ 76260 રૂપિયા પર બંધ થયુ. આ રીતે સોનાને આ વર્ષે રોકાણકારોને 20 ટકાએ કેટલાક વધુ રિટર્ન આપ્યુ. ચાંદીએ પણ રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યુ. 1 જાન્યુઆરી 2024ના રોજ એમસીએક્સ પર ચાંદીની કિમંત 74319 રૂપિયા પ્રતિ કિલો હતી. 30 ડિસેમ્બરના રોજ આ વધીને 87531 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. તેના પણ એક વર્ષમાં રોકાણકારોને 18 ટકા રિટર્ન આપ્યુ.
વૈશ્ચિક સ્તર પર કોમેક્સ સોના વાયદાએ વર્ષની શરૂઆત લગભગ 2,062 ડૉલર પ્રતિ ઔસ પર કરી અને 31 ઓક્ટોબરના રોજ 2790 ડૉલર પ્રતિ ઔસના ઉચ્ચતમ સ્તર પર પહોચી ગયા. વર્તમાનમાં હાજર બજારમાં સોનાનો ભાવ 79,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને મલ્ટી કમોડિટી એક્સચેંજ (MCX) પર વાયદા વેપારમાં 76,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યુ છે.
silver bricks ચાંદી પણ 1 લાખ પાર : સોનાની કિમંત આ વર્ષે 30 ઓક્ટોબરના રોજ 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલિક ઉચ્ચ સ્તર પર પહોચી ગઈ હતી. ચાંદી પણ પાછળ નથી રહી અને આ એક લાખ પ્રતિ કિલોગ્રામના સ્તર પર પહોચી ગઈ. બંને ધાતુઓના વધતા ભાવે રોકાણકારોને ખુશ કરી દીધા.
શુ કહે છે એક્સપર્ટ - નાણા વિશેષજ્ઞ સંજય અગ્રવાલે જણાવ્યુ ક એ 2024માં સોનામાં ભારે ઉતાર ચઢાવ રહ્યો. આંતરરાષ્ટ્રીય સ્તર પર આ નીચલામાં 2400 ડૉલર પ્રતિ ઔસ સુધી અને ઉપરમાં 2800 ડોલર સુધી ગયો. રૂપિયામાં જોવા જઈએ તો લગભગ 10000 રૂપિયાનો ઉતાર ચઢાવ જોવા મળ્યો. 2024માં જેટલુ રિટર્ન સોના ચાંદીએ આપ્યુ એટલુ કોઈપણ અસેટ એ આપ્યુ નથી. જેના કારણ ઈસરાયેલ સહિત અનેક દેશોમાં તનાવનુ ચરમ પર પહોચવુ હતુ. તેમણે કહ્યુ કે કોરોના પછી દુનિયાભરમાં ચાંદીની માંગમાં ખૂબ વધારો થયો છે. સોલર પૈનલ, ઈવી સહિત ઉત્પાદોમાં ચાંદીનો ઉપયોગ થવાથી તેની માંગ ઝડપથી વધી છે.
2025માં કેવી રહેશે ચાલ - ઘરેલુ સ્તર પર સોનાની કિમંત 85000 રૂપિયા સુધી પહોચવાની આશા છે. જ્યારે કે સર્વોત્તમ સ્થિતિમાં આ 90,000 રૂપ્યા સુધી પહોચી શકે છે. જો ભૌગોલિક રાજકીય તણાવ ચાલુ રહેશે તો ચાંદીના ભાવ પણ વધીને રૂ. 1.1 લાખથી રૂ. 1.25 લાખ પ્રતિ કિલો થઈ શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર વિશ્વમાં સોનાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. સેન્ટ્રલ બેંકોએ સતત 15મા વર્ષે સોનાની ખરીદી કરી છે. એક વર્ષમાં પ્રથમ વખત આ માંગ વધીને 100 બિલિયન ડોલરથી વધુ થઈ ગઈ છે. નવા વર્ષમાં પણ સોનાની માંગ સ્થિર રહેશે.
અગ્રવાલે કહ્યું કે 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ કર્યા બાદ જ નક્કી થશે કે નવા વર્ષમાં સમગ્ર વિશ્વમાં સોનાની માંગ કેવી રહેશે. તેમણે કહ્યું કે જો યુદ્ધ વધશે તો માંગ વધશે અને જો અટકશે તો ઘટશે. તેમનું કહેવું છે કે જો વૈશ્વિક અર્થવ્યવસ્થા સ્થિર રહેશે તો સોનાની કિંમત મર્યાદિત શ્રેણીમાં ચાલશે. ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણયને કારણે સોનાની મુવમેન્ટને પણ અસર થઈ શકે છે.