બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2023 (11:39 IST)

ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં વાહનોના વેચાણમાં થયો જંગી વધારો

ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં વાહનોના વેચાણમાં જંગી વધારો થયો છે. જેમાં દેશમાં માઈનસ 7.73 ટકા વેચાણ જ્યારે ગુજરાતમાં સતત આગેકૂચ છે. રાજ્યમાં ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં 27.37 ટકાનો વધારો થયો છે.

નવરાત્રિ સહિતના તહેવારોના કારણે ટુ વ્હીલર અને કારનું વેચાણ વધ્યું છે.તહેવારના કારણે ઓક્ટોબર મહિનો ઓટોમોબાઈલ ઉદ્યોગને ફળ્યો છે. નવરાત્રિ સહિતના તહેવારના કારણે ઓક્ટોબર મહિનો ઓટોમોબાઈલ ઉદ્યોગને ફળ્યો છે. દેશમાં વાહનોનું વેચાણ માઈનસ 7.73 ટકા નોંધાયું છે. તેની સામે ગુજરાતમાં 27.37 ટકાનો વિકાસ જોવા મળ્યો છે.

ગત વર્ષના ઓક્ટોબર માસની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબરમાં 47,404 વધુ વાહનો વેચાયા છે. ખાસ કરીને ટુ વ્હીલર અને કારનું વેચાણ વધુ જોવા મળ્યું છે.ઓક્ટોબર માસમાં નવરાત્રિનો તહેવાર લોકોએ મોટી સંખ્યામાં નવા વાહનો છોડાવ્યા હતાનવરાત્રિના બધા દિવસો દરમિયાન વેચાણ સારું રહ્યું હતું. ગત વર્ષ કરતા ટુ વ્હીલર 33,874 વધુ વેચાયા છે. કેમ કે શહેરી માગ સાથે ગ્રામીણ વિસ્તારની પણ માગ નીકળી છે. ગત વર્ષ કરતા 10,984 વધુ કાર વેચાઈ છે. કેમ કે હવે કારમાં વેઈટિંગ લીસ્ટ રહ્યા નથી. બધી કાર ઉપલબ્ધ છે. ચોમાસું સારા ગયા બાદ લોકોની ખરીદશક્તિમાં વધારો થયો હોય તેમ જણાય છે. નવરાત્રિ ઓટોમોબાઈલ ઉદ્યોગને ફળી છે. દેશમાં ઓછું વેચાણ છે કેમ કે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં નવરાત્રિનું આટલું બધું મહત્વ નથી.