મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 27 માર્ચ 2019 (15:17 IST)

Indian Oil recruitment: ઈંડિયન ઓઈલમાં નોકરીની આજે લાસ્ટ ડેટ, જલ્દી કરો અરજી

Indian Oil 2019:  ઈંડિયન ઓયલ (Indian Oil)એ સરકારી નોકરી માટે જાહેરાત રજુ કરી છે. અરજી એંજિનિયર અધિકારી, અનુસંધાન અધિકારી અને સહાયક અધિકારી માટે છે. અરજીની આજે લાસ્ટ ડેટ છે. ઈંડિયન ઓઈલની ઓફિશિયલ વેબસાઈટ iocl.com ના મુજબ 27 માર્ચ 2019 પછી ઉમેદવાર આ પોસ્ટ પર એપ્લાય નહી કરી શકો. ઉલ્લેખનીય છે કે ઉમેદવારોની પસંદગી GATE 2019 ના સ્કોરના આધાર પર કરવામાં આવશે. જેનો મતલબ છેકે ઉમેદવારોએ અલગથી કોઈ લેખિત એક્ઝામ નહી આપવી પડે. 
 
આ નોકરી માટે પેકેજ પણ સારુ છે. ઈંડિયન ઓઈલ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પદ માટે વાર્ષિક 17 લાખનુ પેકેજ આપી રહી છે. તો બીજી બાઉ પોસ્ટ ગ્રેજ્યુએટ કેમિસ્ટ્રી પદ માટે ઉમેદવારોને વાર્ષિક 14 લાખનુ પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે. 
 
એજિનિયર ઓફિસર પદ માટે બીટેક, બીઈની ડિગ્રી સિવિલ, કેમિકલ, ઈલેક્ટ્રિકલ, ઈંસ્ટ્રૂમેંટલ અને મૈકેનિકલ એજિનિયરિંગમાં થવુ જરૂરી છે.  રિસર્ચ ઓફિસરના પદ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ એંજિનિયરની ડિગ્રી હોવી જરૂરી છે. આસિસ્ટેંટ ઓફિસરની પોસ્ટ માટે ઉમેદવારોને કેમિસ્ટ્રીમાં પોસ્ટૅ ગ્રેજ્યુએટ અને બે વર્ષ એક્સપીરિયંસ હોવુ જોઈએ.  
 
જો ઉમેદવારોનો GATE સ્કોર ક્રાઈટેરિયાથી મેચ કરશે તો ત્યારબાદ સિલેક્ટ થયેલા ઉમેદવારોને ઈંટરવ્યુ અને આગામી સ્ટેજ માટે બોલાવાશે. GATE સ્કોર, ઈંટરવ્યુનો સ્કોર કૈલકુલેટ કર્યા પછી ફાઈનલ મૈરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. 
 
અરજી કરવા માટે ઉમેદવારોએ ઈંડિયન ઓઈલની ઑફિશિયલ વેબસાઈટ iocl.com પર જવુ પડશે. હોમ પેજ પર ‘Careers’ સેક્શનમાં  ‘latest job openings’ પર ક્લિક કરવુ પડશે. હવે ‘application for engineers/officer/research… through GATE 2019’  લિંક પર ક્લિક કરો. એક નવુ પેજ ખુલશે. અહી ‘apply online’ પર ક્લિક કરો. ફોર્મ ભરો અને ‘save and next’  પર ક્લિક કરો. ધ્યાન રાખો કે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તેની પ્રિંટ લઈને  IOCLની ઓફિસમાં જમા કરવાની રહેશે.