ટ્રમ્પના ટેરિફને કારણે આઇફોન મોંઘા થશે! જાણો કિંમતો કેટલી વધી શકે છે?
Trump Tarrif- જ્યારથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ચાર્ટ જાહેર કર્યો છે ત્યારથી સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધવાની શક્યતાઓ છે. ટેરિફના કારણે આઇફોનની કિંમતો પણ વધી શકે છે.
ટ્રમ્પ દ્વારા ચીન અને અન્ય દેશોમાંથી નિકાસ પર લાદવામાં આવેલા ટેરિફને કારણે Apple iPhoneની કિંમતમાં ભવિષ્યમાં $2000 (રૂ. 1,71,243.40)થી વધુનો વધારો થવાની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે આજકાલ દરેક વ્યક્તિ આઈફોન ખરીદવા ઈચ્છે છે, પરંતુ આઈફોન ખરીદવા માટે હવે ખિસ્સામાં ઘણા પૈસાની જરૂર પડે છે. ચીન આ ટેક્નોલોજીમાં સૌથી આગળ છે, તેથી મોટાભાગના iPhone આ દેશમાં જ બને છે, પરંતુ આ પ્રોડક્ટ બનાવવા માટે, ચીન અન્ય દેશોમાંથી ઘટકોની આયાત કરે છે, પરંતુ ટેરિફને કારણે તે મોંઘા થઈ શકે છે.