ઈન્ડો-તિબેટ બોર્ડર પર આવેલા ભારતના છેલ્લા ગામમાં વાગી મોબાઈલ ફોનની ઘંટડી, માણા ગામમાં જીઓએ શરૂ કરી 4G સેવા
રીલાયસ જિયો એ ભારત-તિબેટ બોર્ડર પર આવેલા ભારતના છેલ્લા ગામ માણામાં 4G સેવા શરૂ કરી છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામમાં પહેલીવાર મોબાઈલની ઘંટડી વાગી. Reliance Jio માના ગામ વિસ્તારમાં સેવા પૂરી પાડનાર પ્રથમ ઓપરેટર બની ગયું છે. અત્યાર સુધી આ વિસ્તારમાં કોઈ ટેલિકોમ કનેક્ટિવિટી ઉપલબ્ધ નહોતી.
હવે જીયો ૪જી ટેલીફોન સેવાઓ શરૂ થવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાણી આશા. તેનાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને પણ ફાયદો થશે. આ મોબાઇલ ટાવર સાઇટ માના ગામ વિસ્તારમાં સેવા આપતા આઈટીબીપી કર્મચારીઓ, ગ્રામજનો અને પ્રવાસીઓને 4G વૉઇસ અને ડેટા સેવાઓ પ્રદાન કરશે. આ ભીમ શિલા, વ્યાસ ગુફા, ગણેશ ગુફા વગેરે જેવા અન્ય મહત્વપૂર્ણ પ્રવાસી અને ધાર્મિક વિસ્તારોને પણ આવરી લેશે.
આ અવસર પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, "આપણા માનનીય પ્રધાનમંત્રીનાં 'ડિજિટલ ઈન્ડિયા' વિઝનને અનુરૂપ અને ઉત્તરાખંડને 'ડિજિટલ દેવભૂમિ'માં પરિવર્તિત કરવાના અમારા પ્રયાસમાં, આજે Jio. ઉત્તરાખંડના છેલ્લા ભારતીય ગામ માણા સુધી 4G સેવા લાવવામાં સફળ રહી હતી માણા ગામમાં Jio દ્વારા 4G સેવાની શરૂઆત પ્રશંસનીય છે. આવા દૂરના વિસ્તારોમાં ટાવર લગાવનાર Jio પ્રથમ ઓપરેટર છે. હું Jioનો આભાર માનવા માંગુ છું, તેઓ ડિજિટલ પરિદ્રશ્ય પર રાજ્યના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે. મને આશા છે કે ટૂંક સમયમાં જ Jio ઉત્તરાખંડના નાગરિકોના લાભ માટે તેની 5G સેવાઓ શરૂ કરશે. માણા ગામમાં 4G સેવાઓની વર્ચ્યુઅલ લૉન્ચ ઇવેન્ટમાં બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજય અજેન્દ્ર, ઇન્ફર્મેશન ટેક્નોલોજી ડેવલપમેન્ટ એજન્સી (ITDA), ઉત્તરાખંડના ડિરેક્ટર અમિત સિંહા અને રિલાયન્સ જિયોના મુખ્ય અધિકારીઓએ હાજરી આપી હતી.