શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 22 મે 2020 (13:00 IST)

રિલાયંસ Jio માં અમેરિકી કંપની KKR કરશે 11,367 કરોડ રૂપિયાનુ રોકાણ, 2.32 ટકા ભાગીદારી ખરીદશે

રિલાયંસ જિયોમાં સતત વિદેશી રોકાણ આવવાનું ચાલુ છે અને હવે એક મહિનામાં રિલાયંસ જિયોએ પાંચમી મોટીડીલ પાકી કરી છે.  યુએસ સ્થિત કંપની કેકેઆરએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિઓ પ્લેટફોર્મમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. કેકેઆર જિયો પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ હેઠળ, કેકેઆર રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં 2.32% ઇક્વિટી ભાગીદારી ખરીદશે. એશિયાની કોઈપણ કંપનીમાં કેકેઆરનું આ અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે.
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા ફેસબુક, સિલ્વરલેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ અને જનરલ એટલાન્ટિકએ જિયોમાં રોકાણ કર્યુ  છે. એક મહિનામાં જિઓ પ્લેટફોર્મની આ પાંચમી મોટી ડીલ છે. આ પાંચ સોદાની સાથે જિઓ પ્લેટફોર્મ એ એક મહિનામાં 78,562 કરોડ રૂપિયા ઉભા કર્યા છે.
 
જિયો પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 17.12 ટકા માટે રોકાણ થયુ 
 
 જિયોમાં પ્લેટફોર્મ્સમાં અત્યાર સુધી  17.12 ટકા ભાગ માટે રોકાણની જાહેરાત 
થઈ ચુકી છે. આ અંતર્ગત ફેસબુકે 9.99 ટકા, સિલ્વરલેક 1.15 ટકા, વિસ્ટા  ઇક્વિટી પાર્ટનર્સ 2.32 ટકા, જનરલ એટલાન્ટિક 1.34 ટકા અને હવે કેકેઆર 2.32 ટકા ખરીદવાની જાહેરાત કરી છે.
 
17 મેના રોજ જનરલ એટલાન્ટિક સાથે ડીલ  
17 મેના રોજ ન્યૂયોર્કની પ્રાઈવેટ ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિકએ રિલાયન્સ જિયોમાં 6598.38 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ ડીલ હેઠળ જનરલ એટલાન્ટિક  જિઓ પ્લેટફોર્મ્સમાં 1.34 ટકાની ભાગીદારી ખરીદી રહ્યુ છે. કોઈ પણ એશિયન કંપનીમાં જનરલ એટલાન્ટિકનું આ સૌથી મોટું રોકાણ હતું.
 
રિલાયન્સ જિયોના અન્ય મોટા સોદા
આ રીતે કેકેઆર ડીલ પહેલા રિલાયન્સ જિયોએ ચાર મોટી  મેગા ડીલ્સ કરી  અને તેના દ્વારા તેમને 67,194.75 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું.  ઉલ્લેખનીય છે કે આ ક્રમમાં સૌથી પહેલા ફેસબુકએ  રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા ભાગીદારી  રૂ. 43,574 કરોડમાં લેવાની જાહેરાત કરી