ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2024 (09:34 IST)

Stock Market - બજારમાં ઘટાડા સાથે શરૂઆત, નિફ્ટી 22 હજારની નીચે

Stock Market Opening - સપ્તાહના પ્રથમ દિવસે BSE સેન્સેક્સ 56.13 પોઈન્ટ અથવા 0.08 ટકાના ઘટાડા સાથે 72,587 ના સ્તર પર ખુલ્યો . 
 
આજે શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ છે અને સેન્સેક્સ-નિફ્ટી મહત્ત્વના સ્તરથી નીચે સરકીને ખુલ્યા છે. નિફ્ટી 22,000 ની નીચે ખુલ્યો છે અને સેન્સેક્સ 72600 ના સ્તરથી નીચે આવી ગયો છે.
 
સપ્તાહના પ્રથમ દિવસે BSE સેન્સેક્સ 56.13 પોઈન્ટ અથવા 0.08 ટકાના ઘટાડા સાથે 72,587 પર ખુલ્યો હતો અને NSEનો નિફ્ટી 33.25 પોઈન્ટ અથવા 0.15 ટકાના ઘટાડા સાથે 21,990 પર ખુલ્યો હતો.