રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2024 (13:17 IST)

Adani Group Stocks: અડાની સમૂહના શેરમાં મચ્યો હાહાકાર, 20 ટકા સુધી ગબડ્યો સ્ટોક્સ

stock
Adani Group Stocks: અડાની સમૂહના ચેયરમેન અને દેશના બીજા શ્રીમંત ઉદ્યોગપતિ ગૌતમ અડાની પર અમેરિકામાં લાંચખોરી અને દગાબાજીના આરોપોને કારણે  ભારતીય શેર બજારમાં અડાની સમૂહના લિસ્ટેડ સ્ટૉક્સ ઉંધા મોઢે ગબડ્યા છે. અડાની સમૂહના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો જોઈ શકાય છે. અડાની એનર્જી સોલ્યુશંસના શેયર 20 ટકા ઘટાડા સાથે ખુલ્યા છે અને શેરમાં લોઅર સર્કિટ લાગી ગયુ છે.  સમૂહની ફ્લૈગશિપ કંપની અડાની એંટરપ્રાઈજેજ  (Adani Enterprises) ના શેર 10 ટકાના ઘટાડાની સાથે 2539 રૂપિયા પર જઈ લુઢક્યો છે અને આ શેરમાં પણ લોઅર સર્કિટ લાગ્યુ છે.  અડાની પોર્ટ્સમાંમાં પણ 10 ટકા, અંબુજા સીમેંટમાં 10 ટકા, અડાની પાવરમાં 16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 
 
અડાની સમૂહના શેયર ધડામ 
ગુરૂવાર 21 નવેમ્બર 2024ના રોજ શેર બજાર ખુલતા જ અડાની સમૂહના શેરમાં માતમ છવાય ગયો. સમૂહની લિસ્ટેડ બધી 10 કંપનીઓના શેયર્સ ધદામ થઈને ગબડ્યા.  અડાની એનર્જી સોલ્યુશંસ  (Adani Energy Solutions) ના શેર 20 ટકાના ઘટાડા સાથે 697.70 રૂપિયા ગબડી ગયા અને સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી ગયો છે. અડાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને રૂ. 577.80, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને રૂ. 1159, એસીસીનો શેર 10 ટકા ઘટીને રૂ. 1966.55 થયો હતો. અંબુજા સિમેન્ટમાં પણ 10 ટકાનો ઘટાડો થયો છે અને સ્ટોક લોઅર સર્કિટમાં પ્રવેશ્યો છે.
 
અડાની પોર્ટ્સ એંડ એસઈજેડ (Adani Ports & SEZ) ના શેર પણ 10 ટકા ગબડીને 1160 રૂપિયા, અડાની વિલ્મર  (Adani Wilmar) ના શેર 9 ટકા ગબડીને 301 રૂપિયા પર વેપાર કરી રહ્યા છે. એનડીટીવી (NDTV) ના શેર 9.94 ટકા ઘટીને 152.02 રૂપિયા પર આવી ગયા છે.  અડાની પાવર(Adani Power) ના શેર 15.34 ટકાના ઘટાડા સાથે 443.70 રૂપિયા પર આવી ગયા છે.  અડાની એંટરપ્રાઈજેસ (Adani Enterprises) ના શેર 10 ટકા સુધી ગબડ્યા  પછી 2539 રૂપિયા પર આવી ગયા છે અને આ શેરમાં પણ લોઅર સર્કિટ લાગી ગયુ છે.