શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (14:26 IST)

Metro Train Rent - ટ્રાંસપોર્ટ સસ્તો વિકલ્પ બનશે મેટ્રો ટ્રેન, જાણો કેટલું હશે ભાડું

અમદાવાદમાં 30 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન શરૂ થઈ રહી છે. ત્યારે મેટ્રો એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી તેમજ વસ્ત્રાલથી થલતેજ સુધી ટ્રેન દોડતી થશે. 21 કિલોમીટરના વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીના અને 18.89 કિલોમીટરના એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર એક છેડેથી બીજા છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે.
 
પ્રથમ અઠવાડિયે થલતેજથી વસ્રાલ ગામ અને એપીએમસીથી મોટેરા રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. શરૂઆતમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મળતી થશે. મેટ્રો ટ્રેન ટ્રાંસપોર્ટ માટે રિક્ષા અને કેબ કરતાં સસ્તો વિકલ્પ રહેશે. 
 
વડાપ્રધાનનું વિઝન અમદાવાદમાં મેટ્રોને લઈને હતું તયારે નવરાત્રીમાં સપ્ટેમ્બરમાં નવરાત્રી આસપાસ આ ટ્રેન શરુ થવા જઈ રહી છે ત્યારે સૌ કોઈને એ સવાલ થઈ રહ્યો છે કે, મેટ્રોનું ભાડું 5 રુપિયા શરુ કરીને મહત્તમ મેટ્રોનું ભાડું 25 રુપિયા સુધી રહેશે. દરેક સ્ટેશન વધતા ટિકિટના દરમાં 5 રુપિયાનો વધારો થશે. મેટ્રોનું ભાડું રૂ.5, 10,15, 20 અને 25 રહેશે. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે. 
 
કોરિડોર-1 APMCથી મોટેરા સ્ટેડિયમ અને જ્યારે કોરિડોર-2 થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીનો હશે. કોરિડોર-1માં જીવરાજ પાર્ક, રાજીવનગર,શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, AEC, સાબરમતી અને મોટેરમાં સ્ટેશન હશે.
 
જ્યારે કોરિડોર-2માં થલતેજ ગામ, થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગુરુકલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, એસ.પી.સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર મેટ્રો સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોડરોડ, વસ્ત્રાલ ગામથી પસાર થશે.