મંગળવાર, 6 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (08:43 IST)

અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ અને ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન રૂપાંતરિત માર્ગ પર ચાલશે

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળના ન્યૂ કટની જંક્શન સ્ટેશન પર ડબલિંગ સંબંધિત કાર્ય માટે નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ અને  ભુજ-શાલીમાર એક્સપ્રેસ રૂપાંતરિત કરેલા રૂટ પર ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે.
 
• 14 થી 28 સપ્ટેમ્બર 2022 સુધી, ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન કટની મુરવારા-પ્રયાગરાજ છિવકી -પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-ગઢવા રોડ થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
 
• 17 સપ્ટેમ્બર થી 01 ઑક્ટોબર 2022 સુધી, ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ગઢવા રોડ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-પ્રયાગરાજ છિવકી જંક્શન-કટની મુરવારા થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે
 
• 20 સપ્ટેમ્બરથી 04 ઓક્ટોબર 2022 સુધી, ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન કટની મુરવારા-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન- ચાંડિલ જંકશન-ટાટા નગર થઈને રૂપાંતરિત માર્ગ વાયા ના રસ્તે ચાલશે.
 
• 17 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર 2022 સુધી, ટ્રેન નંબર 22830 શાલીમાર-ભુજ એક્સપ્રેસ ટ્રેન રૂપાંતરિત માર્ગ વાયા ટાટા નગર- ચાંડિલ જંક્શન-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન-પ્રયાગરાજ છિવકી જંક્શન-કટની મુરવારા ના રસ્તે ચાલશે.
 
ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.