શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 30 જૂન 2017 (13:37 IST)

GST કૉન્ક્લેવ LIVE: મોટા પગલાથી દેશની તકદીર બદલાય છે - અરુણ જેટલી

સંસદ ભવનમાં શુક્રવારે રાત્રે 12 વાગ્યે સ્પેશય્લ સેશનમાં દેશના સૌથી મોટો કર સુધાર બતાવાતો જીએસટી લૉન્ચ થશે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સહિત અનેક હસ્તિયો હાજર રહેશે. GST લાગૂ થવાનો આજે ઐતિહાસિક દિવસ છે.  આ અવસર પર આજ તકે વિશેષ જીએસટી કૉન્કલેવ આયોજન કર્યુ છે. જ્યા અનેક કારોબારી આર્થિક વિશેષજ્ઞ જોડાશે .. જે દિવસ ભર ચાલશે. આ હસ્તિયો અહી GST સાથે જોડાયેલ દરેક સવાલનો જવાબ આપશે. 

આવો જાણીએ GST પર અરુણ જેટલી શુ બોલ્યા 
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે છેલ્લા 70 વર્ષથી કોઈ ખરડા પર આટલી ચર્ચા થઈ નથી જેટલી જીએસટી પર થઈ છે. તેમણે કહ્યુ કે જીએસટી લાગૂ થવાની મોટી તક.. મોટા પગલાથી જ દેશની તકદીર બદલાય છે. જેટલી બોલ્યા કે તેને લાગૂ કરવામાં અનેક નેતાઓનો મહત્વનો રોલ રહ્યો. અનેક રાજ્યોના મંત્રીઓએ તેને પાસ કરવામાં ખૂબ મદદ કરી. અમે સૌથી સહમતિ માટે અનેક બેઠકો કરાવી. અનેક બેઠક 2-3 દિવસ સુધી ચાલી હતી. 
 
અરુણ જેટલીએ કહ્યુ કે બધુ કેન્દ્રએ નક્કી નથી કર્યુ.  તેમણે 31 રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારની સાથે દરેક નિર્ણય લીધો છે. બધા કાઉંસિલ બેઠકોની રેકોર્ડિંગ અમારી પાસે છે. અમે દરેક વિષય પર સર્વસંમત્તિથી નિર્ણય કર્યો. તેથી મે બધા વિપક્ષી પાર્ટીઓને કહ્યુ છેકે તમે દરેક સ્થાન પર તેના પર સથ આપો. જશ્નમાં સામેલ થવુ જોઈતુ હતુ. 
 
તેમણે કહ્યુ કે તેમા અમે બસ અમારો જ પ્રચાર નથી કરી રહ્યા. આમે શરૂઆતથી જ સૌને સાથે લઈને ચાલી રહ્યા છીએ. અમે પૂર્વ પ્રધાનમંત્રીઓને પણ બોલાવ્યા છે. જેટલી બોલ્યા કે આગળ પણ અનેક એવી તક આવશે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને ઘણુ બધુ વિચારવુ પડશે.  
 
અરુણ જેટલીએ કહ્યુ કે આખી દુનિયામાં પ્રાઈવેટ સેક્ટર સરકારથી આગળ રહે છે. પણ આ વખતે ઈતિહાસ બદલાયો છે. અમે લાંબા સમયથી કહી રહ્યા હતા એક 1  જુલાઈના રોજ લાગૂ કરાશે. અને અમે આ તારીખે લાગૂ કરી રહ્યા છીએ. અમે 18 જૂન સુધી બધી વસ્તુઓના ભાવ નક્કી કરી લીધા હતા. 1 જુલાઈનો નિર્ણય ફક્ત મારો નિર્ણય નથી આ નિર્ણય કાઉંસિલે નક્કી કર્યો હતો. 

નાણાકીય મંત્રીએ કહ્યુ કે કંઈક નવુ કરવા પર શરૂઆતમાં મુશ્કેલી આવે છે પણ તેને સુધાર કરી લેવામાં આવે છે. તેમણે કહ્યુ કે આ દેશની અનેક વિશેષતાઓ છે. જ્યારે નોટબંધી લાગૂ થઈ તો લોકોએ કહ્યુ કે જીડીપી પડી ભાંગશે. પણ આવુ કઈ થયુ નથી. નોટબંધી પછી શરૂઆતના દિવસમાં  મુશ્કેલી  થઈ હતી. જે દેશમાં જીએસટી ફેલ થઈ છે ત્યા કંઈક જુદી જ પરિસ્થિતિયો હતી. આપણા દેશમાં એ દેશોથી જુદી વ્યવસ્થા છે. જે લોકો આલોચના કરે છે તેમને સમજવુ જોઈએ છેલ્લા 70 વર્ષોથી આપણી સરકરો ઉધાર લઈને સરકાર ચલાવી રહી છે. 
 
તેમણે કહ્યુ કે જો દરેક કોઈ ટેક્સ આપવો શરૂ કરી દે તો ઉધાર લેવાના દિવસ નહી આવે. દેશને ચલાવવા માટે ટેક્સ સિસ્ટમને સારુ કરવુ ખૂબ જરૂરી છે. જેટલીએ કહ્યુ કે અમે લોકો 130 કરોડ છે 5 લાખથી વધુ ઈનકમવાળા આ દેશમાં 71 લાખ લોકો છે જેમાથી 61 લાખ સેલેરીવાળા છે. બાકી લોકોમાં બધા લોકો ટેક્સ ભરતા નથી. જો ઈનડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો આપણા દેશમાં ફક્ત 80 લાખ લોકો ટેસ્ક આપે છે. આશા છેકે આગળ જઈને ટેક્સ આપનારાની સંખ્યા વધશે.