Bentley એ ભારતમાં લોન્ચ કરી પોતાની સૌથી ફાસ્ટ લકઝરી એસયૂવી 2021 Bentayga, જાણો તેની વિશેષતા
બ્રિટિશ લકઝરી કાર મેકર Bentley એ પોતાની Bentayga SUVની ફેસલિફ્ટ અવતાર ભારતમાં લોન્ચ કરી છે. 2021 Bentley Bentayga SUV ને ભારતમાં 4.10 કરોડ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) માં ઉતારી છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ આ કાર માટેનું બુકિંગ પણ ખોલ્યું છે, જે દિલ્હી અને મુંબઇ અને હૈદરાબાદની સેલ્સ ટીમની મદદથી બુક કરાવી શકાય છે.
Bentayga વિશ્વની સૌથી ઝડપી લક્ઝરી એસયુવી. એન્જિન અને પાવર વિશે વાત કરીએ તો, આ એસયુવીમાં 4.0-લિટર ટ્વીન-ટર્બોચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન લગાવ્યુ છે. જે 8 સ્પીડ ઓટોમેટોક ગિયરબોક્સથી લૈસ છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ એંજિન લગાવ્યુ છે જએ 8 સ્પીડ ઓટોમેટોક ગિયરબોક્સથી લૈસ છે. ઉલ્લેખનીય છે કે આ કારનુ એંજિન 542 bhp ની મૈક્સિમમ પાવર અને 770 Nm નુ પીક ટૉર્ક જનરેટ કરવામાં એકદમ સક્ષમ છે. આ એસયૂવી 290 kmphની ટોપ સ્પીડથી દોડી શકે છે. આ કાર સહેલાઈથી 0 થી 100 kmph ની ગતિ માત્ર 4.5 સેકંડમાં પકડી શકે છે.
Bentley એ આ કારની ડિઝાઈનિંગમાં કોઈ ફેરફાર કર્યો નથી. 2021 Bentayga SUV માં ડાર્ક ટીન્ટેડ ડાયમંડ બ્રશ એલ્યુમિનિયમ ફિનિશિંગ આપવામાં આવી છે. આ કારની મેટ્રિક્સ ગ્રિલ પહેલા કરતા મોટી છે. ઉલ્લેખની છે કે આ કારની ફ્રંટમાં તમને LED મેટ્રિક્સ હેડલેમ્પ્સ પણ આપવામાં આવે છે. આ કારમાં ગરમ વિન્ડસ્ક્રીન આપવામાં આવી છે. આ વિન્ડસ્ક્રીન પર વેટ-આર્મ વાઇપર્સ આપવામાં આવ્યા છે જે કારમાં પ્રથમ વખત શામેલ કરી છે. કારની બંને બાજુએ 22 વોશર જેટ આપી છે. જો તમે કારના પાછળના ભાગની વાત કરો, તો તેમા પહોળા ટેલ ગેટ અને નવી ટેલ લાઈટ આપવામાં આવી છે.
ફીચર્સની વાત કરીએ તો 2021 Bentayga SUVમાં ગ્રાહકોને વધુ લેગરૂમવાળી શ્રેષ્ઠતમ સીટ્સ ઓફર કરવામાં આવશે જે પહેલાના મુકાબલે અનેક કંફર્ટ આપશે. આ કારમાં જે સૌથી મોટી ઓફરિંગ છે તે તેનુ 10.9 ઈંચનુ ઈફોટેનમેંટ સિસ્ટમ છે. આ સાથે જ કારમાં વાયરલેસ એપ્પલ કારપ્લે અને એંડ્રોઈડ ઓટો સ્ટેર્ડર્ડ ફીચરના રૂપમાં આ કારમાં ઓફર કરવામાં આવશે.