ભગોડિયા નીરવ મોદીની લંડનમાં ધરપકડ, કોર્ટમાં રજુ કરવામાં આવશે

લંડન.| Last Modified બુધવાર, 20 માર્ચ 2019 (15:22 IST)

પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી નીરવ મોદી લંડનમાંથી ધરપકડ કરવામાં આવી છે. થોડીવાર પછી તેઓ કોર્ટમાં રજુ થશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા નીરવ મોદી લંડનના રસ્તા પર જોવા મળ્યા હતા. આ પહેલા અધિકારીઓએ જણાવ્યુ હતુ કે તપાસ એજંસીને વેસ્ટમિસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા વોરંટ રજુ કરવા વિશે સૂચના આપવામાં આવી હતી.
તેમણે જણાવ્યુ કે થોડા દિવસ પહેલા વોરંટ રજુ કરવામાં આવ્યુ અને પછી ઈડીને સૂચના આપવામાં આવી હતી.

બ્રિટનના એક સમાચાર પત્રએ નીરવ મોદીના લંડનના વેસ્ટ એંડ વિસ્તારમાં 80 લાખ પૌંડના આલીશાન એપાર્ટમેંટમાં રહેવા અને નવેસરથી હીરોનો વેપાર શરૂ કરવાની માહિતી મળી છે.


આ પણ વાંચો :