કયા સાબુ, શૈપૂ કે ટૂથપેસ્ટમાં થયો છે વેજ કે નોનવેજ પ્રોડક્ટનો ઉપયોગ, લાલ-લીલા રંગના કોડ દ્વારા બતાવવુ ફરજિયાત, સરકારનો આદેશ
soap shampoo mark
સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ જેવા ઉત્પાદનો પર હવે શાકાહારી અને માંસાહારી ચિહ્નો દર્શાવવા ફરજિયાત છે. ભારત સરકારે નિર્ણય લીધો છે કે સાબુ અને શેમ્પૂ સહિત તમામ કોસ્મેટિક્સ અને ટોઇલેટરી ઉત્પાદનોના પેકેજિંગ પર શાકાહારી માટે લીલો અને માંસાહારી માટે લાલ ચિહ્ન દર્શાવવો આવશ્યક છે. ગ્રાહક સુરક્ષા વિભાગે નવા પેકેજિંગ નિયમો જારી કર્યા છે, જેનાથી ગ્રાહકોને જાણવાનો અધિકાર મળે છે કે તેઓ જે ઉત્પાદનનો ઉપયોગ કરી રહ્યા છે તે શાકાહારી છે કે માંસાહારી. નવા નિયમો અનુસાર, શાકાહારી ઉત્પાદનો પર લીલા ટપકાંથી લેબલ કરવામાં આવશે, જ્યારે માંસાહારી ઉત્પાદનો પર લાલ કે ભૂરા ટપકાંથી લેબલ કરવામાં આવશે. આ ગ્રાહકોને સંપૂર્ણ માહિતી પૂરી પાડશે. આ ચિહ્ન પેકેજના મુખ્ય ડિસ્પ્લે પેનલની ટોચ પર મૂકવામાં આવશે.
ખરીદી સરળ બનાવવી
ભારત સરકારના આ નિર્ણયનો હેતુ ખરીદીને સરળ બનાવવાનો છે. સારમાં, ગ્રાહકોને હવે ઉત્પાદનની પાછળના જટિલ રાસાયણિક નામો વાંચવાની કે સમજવાની જરૂર રહેશે નહીં. ફક્ત લેબલ જોવાથી જ તેમને ખબર પડશે કે ઉત્પાદન તેમના ઉપયોગ માટે યોગ્ય છે કે નહીં.
ગ્રીન નિશાન
સાબુ, શેમ્પૂ અથવા ક્રીમ સહિત કોઈપણ ઉત્પાદન, જેના પર સંપૂર્ણપણે લીલો રંગનુ નિશાન હોય તેને વેગન ગણવામાં આવે છે. ઉત્પાદનના પેકેજિંગમાં લીલા રંગનું ચોરસ બોક્સ હશે જેની અંદર લીલુ ટપકું હશે, જે દર્શાવે છે કે તે સંપૂર્ણપણે વેગન (વેજ) ઉત્પાદન છે.
લાલ નિશાન
જો કોઈપણ ઉત્પાદકના ઉત્પાદનમાં કોઈપણ રીતે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો તે માંસાહારી ઉત્પાદન છે તે દર્શાવવા માટે પેકેજ પર લાલ અથવા ભૂરા રંગનું ચિહ્ન મૂકવું ફરજિયાત રહેશે
