શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 23 જાન્યુઆરી 2017 (11:42 IST)

3 વર્ષ પછી એટીએમ કોઈ કામના નહી રહે

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતનુ કહેવુ છે કે દેશમાં આગામી ત્રણ વર્ષમાં દેશમાં એટીએમ કોઈ કામના નહી રહે.  એટીએમ પોતાની પ્રાસંગિકતા ગુમાવી દેશે.    આ ઉપરાંત અન્ય ટોચના સરકારી અધિકારીઓએ પણ આ બબાતે પોતાનો પક્ષ મુક્યો. જેના મુજબ દેશ જલ્દી જ મુખ્યત એક કેશરહિત અર્થવ્યવસ્થામાં ફેરવાય  જશે અને સ્થિતિ એવી આવ્સહે કે જેમા આગામી થોડા જ વર્ષમાં રોકડ આપનારી એટીએમ જેવી મશીન પણ કોઈ કામની નહી રહે. 
 
અધિકારીઓમાં આ ભરોસો દેશમાં મોબાઇલ થકી થઇ રહેલ લેવડ-દેવડને કારણે ઉભો થયો છે. તેઓનુ કહેવુ છે કે આટલા ઓછા સમયમાં આવુ થવુ કોઇ મુશ્કેલ નથી કારણ કે આ માટે આધારભુત માળખુ તૈયાર થઇ રહેલ છે.   નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી કાંતે કહ્યુ હતુ કે, ડિજીટલ અર્થવ્યવસ્થા તરફ વધવા માટે નોટબંધી જરૂરી હતી. આપણે એક મોટા ઉલટફેરની વચવામાં છીએ. અત્યારે 85 ટકા લેવડ-દેવડ રોકડમાં થઇ રહ્યુ છે આનાથી કાળા નાણા માટે વધુ અવસર પેદા થઇ રહ્યા છે પરંતુ અમે મોબાઇલ ફોનની દુનિયામાં અસાધારણ વૃધ્ધિ જોઇ છે. મતલબ એ છે કે રોકડ વગરના અર્થતંત્ર માટે આધારભુત માળખુ મોજુદ છે. હાલ 50  થી 60  ટકા લેવડ-દેવડ ફોન થકી થઇ રહેલ છે. એક વખત ચાર મોટી ટેલીકોમ કંપનીઓ ડિજીટલ બેન્કીંગ તરફ વળી જશે એટલે રોકડ વગરના અર્થતંત્રમાં અભુતપુર્વ વધારો જોવા મળશે.