રીઝર્વ બેંકનો નવી નોટોની સપ્લાય પર પ્રયાસ યુદ્ધ સ્તરે, 24 કલાક નોટની છપામણી કરી રહ્યા છે

Last Modified ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (09:14 IST)

નોટબંધી બાદ પગારના દિવસો આવ્યા છે અને લોકો હજુ પણ રોકડ માટે પરેશાન છે. નોટબંધીના એલાનના 3 સપ્તાહથી વધુ સમય થયા બાદ પણ સ્થિતિ હજુ યથાવત છે. સરકાર અને રીઝર્વ બેંક નવી નોટોની સપ્લાય પર યુદ્ધ સ્તરે પ્રયાસ કરી રહી છે. મૈસુરના પ્રેસમાં 24 કલાક 500 અને 2000ની નોટ છાપવામાં આવી રહી છે અને લગભગ 200જેટલા જવાનો આ નોટોને દેશભરમાં પહોંચાડવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.


રોકડની સમસ્યાને દૂર કરવા માટે રીઝર્વ બેંકે આર્મીની મદદ લીધી છે. સેનાના 200 જેટલા જવાનો મૈસુર પ્રેસ પર તૈનાત છે અને નોટોની 24 કલાક છપામણીમાં સ્ટાફની મદદ કરી રહ્યા છે. મૈસુર સ્થિત ભારતીય રીઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રા.લી. રીઝર્વ બેંકનુ નવી કરન્સી નોટો છાપવાનું અને સપ્લાય કરવાનું મુખ્ય કેન્દ્ર છે. નોટની છપામણીના તમામ ૫ પ્રેસમાંથી સામાન્ય રીતે એક સમયમાં બે થી ત્રણમાં છપાયનુ કામ ચાલે છે પરંતુ નોટબંધી બાદ સ્થિતિને નિપટવા માટે તમામ પાંચ પ્રેસ કામ કરી રહ્યા છે. ગઈકાલે મૈસુર પ્રેસમાં 5.1 કરોડ રૂા.ની છપામણી થઈ હતી. પ્રેસનો સ્ટાફ ત્રણ શીફટમાં 24 કલાક કામ કરે છે.


આ પણ વાંચો :