શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (11:19 IST)

પેટીએમએ શરૂ કરી ' ટેપ ટુ પે ' સર્વિસ: હવે મોબાઈલ ડેટા વગર પણ ક્રેડીટ કે ડેબીટ કાર્ડના બિલની ચૂકવણી કરી શકાશે

ગ્રાહકો અને વેપારીઓ માટેની ભારતની અગ્રણી ચૂકવણી પધ્ધતિ પેટીએમએ આજે 'ટેપ ટુ પે ' સર્વિસની જાહેરાત કરી છે, જે યુઝર્સને પીઓએસ મશિન ઉપર તેમના પેટીએમ રજીસ્ટર્ડ માત્ર કાર્ડને ટેપ કરીને ત્વરીત ચૂકવણી શકય બનાવે છે. ફોન લૉક થયેલો હોય કે મોબાઈલ ડેટા ના હોય ત્યારે પણ ચૂકવણી શકય બને છે.પેટીએમની ટેપ ટુ પે સર્વિસ  એન્ડ્રોઈડ અને ios યુઝર્સ યુઝર્સ માટે તથા અન્ય બેંકના પીઓએસ મશીન માટે પણ શકય છે.
 
નવી 'ટેપ ટુ પે ' સર્વિસની મારફતે પેટીએમ પોતાની મજબૂત ટેકનોલોજીનો ઉપયોગ કરીને પસંદગીના કાર્ડ ઉપર 16 ડિજીટના પ્રાયમરી એકાઉન્ટ નંબરનુ (PAN) સલામત ટ્રાન્ઝેકશન કોડ અથવા માં ડિજીટલ આઈડેન્ટીફાયરમાં  રૂપાંતર કરે છે. ડિજીટલ આઈડેન્ટીફાયરથીએ બાબતની ખાતરી રહે છે કે  કાર્ડ ડિટેઈલ માત્ર યુઝર પાસે જ રહે છે અને કોઈ થર્ડ પાર્ટી પેમેન્ટ પ્રોસેસર સાથે શેર થતી નથી.  યુઝર જયારે રિટેઈલ આઉટલેટની મુલાકાત લે છે ત્યારે તે આર્થિક વ્યવહાર વડે કાર્ડ ડિટેઈલ શેર કર્યા વગર પીઓએસ ડિવાઈસ  ઉપર ટેપ કરીને ચૂકવણી કરી શકે છે. 
 
આ નવા ફીચરથી જ્યાં NFC (નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન) ને સપોર્ટ કરતાં હોય તેવાં કાર્ડ મશીન હોય તેવાં તમામ છુટક વેચાણ કેન્દ્રો ઉપર ચૂકવણી થઈ શકે છે. આ કાર્ડને ટ્રાન્ઝેકશન હિસ્ટ્રી ધરાવતા પેટીએમ ડેડીકેટેડ ડેશબોર્ડ મારફતે  કોઈ પણ સમયે  મેનેજ કરી શકાય છે અને કોઈ પણ ક્ષણે બદલી કે ડિટોકનાઈઝ કરી શકે છે. ડેશબોર્ડ યુઝર્સને જ્યારે પણ જરૂર પડે  ત્યારે કાર્ડને બદલી કે ડીટોકનાઈઝ કરી શકે છે.
 
પેટીએમ રેટેઈલ આઉટલેટમાં તેના યુઝર્સ માટે મોબાઈલ ડેટા વગર પણ તેમના વર્ચ્યુઅલ કાર્ડ મારફતે ' ટેપ ટુ પે ' શક્ય બનવે છે. 
-ટોકનાઈઝેશનના કાર્ડ પછી  પેટીએમ, પેટીએમ એપ્પ ઉપર રજીસ્ટર્ડ પીઓએસ મશીન ઉપર માત્ર ફોનને ટેપ કરીને ચૂકવણી શકય બનવે છે.
-યુઝર્સ તેમણે પેટીએમ એપ્પ ઉપર સેવ કરેલા ક્રેડીટ કે ડેબીટ કાર્ડને એક્ટિવેટ કરીને ' ટેપ ટુ પે ' શકય બનાવે છે.
-16 ડિજીટના  કાર્ડ નંબરનુ ડિજિટલ આઈડેન્ટીફાયરમાં રૂપાંતર કરીને કાર્ડ પેમેન્ટ વધુસલામત બનનાવી એકંદર નાણાંકીય વ્યવહારોમાં અનુભવમાં વધારો કરી શકાય છે. 
-રિટેઈલ સ્ટોર્સમાં ચૂકવણીની સુવિધા વધુ ઝડપી બને છે.
- પેટીએમપીઓએસઉપકરણો તેમજ અન્ય બેંકોના પીઓએસમશીનો પર ચૂકવણી માટે લાગુ