મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 6 જાન્યુઆરી 2021 (21:13 IST)

હવે Paytm પરથી પણ લઈ શકો છો પર્સનલ લોન

અત્યાર સુધીમાં 2 મિનિટમાં  ફક્ત મેગી જ બનવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે ડિજિટલ ઇન્ડિયાના આ સમયમાં તમે 2 મિનિટમાં 2 લાખ રૂપિયા સુધીની લોન પણ મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે દેશના અગ્રણી ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમ (Paytm) એ ઇન્સ્ટન્ટ પર્સનલ લોન સેવા શરૂ કરી છે.
 
 ફક્ત 2 મિનિટમાં મળશે લોન 
પેટીએમની આ સેવા વર્ષના બધા દિવસોમાં ઉપલબ્ધ રહેશે એટલે કે તમે વર્ષના 365 દિવસ લોન લઈ શકો છો. આ સેવા દ્વારા યુઝર્સને 2 મિનિટમાં લોન મળી જશે. પેટીએમની આ સેવા દ્વારા રૂ .2 લાખ સુધીની ત્વરિત લોન મેળવી શકાય છે. આ લોન ક્રેડિટ સ્કોર અને શોપિંગ પેટર્નના આધારે મળશે.
 
EMI 36 મહિનામાં ચૂકવી શકાય છે
પેટીએમ મુજબ ગ્રાહક  લોનની રકમ 18 થી 36 મહિનાની ઇએમઆઈમાં ચુકવી શકે છે. પેટીએમએ ગ્રાહકોને 2 મિનિટમાં લોન આપવા માટે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) સાથે સમજૂતી કરી છે. કંપનીનું કહેવું છે કે આનાથી પગારદાર લોકો, નાના વ્યવસાયના માલિકો અને પ્રોફેશનલ્સને લોન સરળતાથી મળી રહેશે.
 
બેંક અને NBFC સાથે ડીલ 
 
આ લોન NBFC અને બેંકો દ્વારા આપવામાં આવશે. આ પગલાથી ગ્રાહકોને ઔપચારિક નાણાકીય બજારના ક્ષેત્રમાં 'નવી ક્રેડિટ' લાવશે અને એ નાના શહેરો અને નગરોની વ્યક્તિઓને પણ સશક્ત બનાવશે.જેમની પરંપરાગત બેંકિંગ સંસ્થાઓ સુધી પહોંચ નથી. 
 
આ છે પ્રક્રિયા 
 
જે લોકો તરત શોર્ટ ટર્મ લોન લેવા માંગે છે તેમની તત્કા જરૂરિયાતોને પૂરી કરાશે. ઈચ્છુક ગ્રાહક Paytm એપ દ્ના ફાઈનેંશિયલ સર્વિસ સેક્શનમાં જઈને અને પછી પર્સનલ લોન ટૈબ પર ક્લિક કરી આગળની પ્રક્રિયાને પૂર્ણ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે  બીટા ફેજ દરમિયાન કંપની એ 400 સિલેક્ટેડ ગ્રાહકોને લોન આપી છે. 
 
લોનને સરળ બનાવવાનો છે પેટીએમનો ઉદ્દેશ્ય 
 
પેટીએમ લેંડિંગના સીઇઓ ભાવેશ ગુપ્તા કહે છે કે લોકો તેમની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા આ સુવિધા મેળવી શકે છે. ઘણા સ્થળોએ, બેંકિંગ સેવા દુર્ગમ હોવાને કારણે લોકો તેમના સપના પૂર્ણ કરવામાં અસમર્થ છે. પરંતુ હવે લોકો આ નવી પહેલથી ત્વરિત લોન લઇ શકશે.
. (Photo: File)