શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 જૂન 2020 (10:06 IST)

ફરી વધી પેટ્રોલની કિમંત, જાણો આજે કેટલો વધ્યો ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સતત 23 મા દિવસે વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પણ સોમવારે પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારો કર્યો છે. રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. સોમવારે પેટ્રોલના ભાવમાં 5 પૈસા અને ડીઝલના ભાવમાં 13 પૈસાનો વધારો થયો છે. હવે તમારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ માટે 80.43 રૂપિયા અને ડીઝલ માટે 80.53 પૈસા ચૂકવવા પડશે. 
 
ઉલ્લેખનીય છે કે દેશમાં ડીઝલ કરતા પેટ્રોલ હજી મોંઘું છે, પરંતુ દિલ્હીમાં ડીઝલ પર વધુ ટેક્સ હોવાને કારણે તેની કિંમત પેટ્રોલને વટાવી ગઈ છે. વિશ્વના 150 દેશોમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવો પર નજર રાખનાર ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસ ડોટ કોમ અનુસાર, 84% દેશોમાં, પેટ્રોલ લાંબા સમયથી ડીઝલ કરતા સસ્તું છે. વિશ્વના તમામ દેશોમાં ડીઝલની સરેરાશ કિંમત પ્રતિ લિટર 72.20 રૂપિયા છે. જોકે ભારતમાં તેની કિંમત 80 રૂપિયાની નજીક છે. વિશ્વમાં ડીઝલનો સરેરાશ ભાવ પ્રતિ લિટર 65.20 રૂપિયા છે, જ્યારે દિલ્હીમાં તે 80 રૂપિયાની નજીક છે.
 
પેટ્રોલ-ડીઝલના રેટ દરરોજ સાંજે 6 વાગ્યે નક્કી કરવામાં આવે છે: ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દરમાં સુધારો કરે છે.