સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 21 જૂન 2023 (14:25 IST)

Petrol and Diesel prices- પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો!

Petrol Diesal price- છેલ્લા એક વર્ષથી વધુ સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ટૂંક સમયમાં આ સ્થિતિ બદલાવાની છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શનિવારે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્યારે ઘટી શકે છે. તેમણે કહ્યું કે જો ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર રહેશે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે.

પુરીએ એમ પણ કહ્યું કે જો આગામી ક્વાર્ટરમાં આ કંપનીઓનું પ્રદર્શન સારું રહેશે તો તેઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે વધુ સારી સ્થિતિમાં હશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આ મામલે કોઈ જાહેરાત કરવાની સ્થિતિમાં નથી.
 
આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે પછી આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.