મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (13:54 IST)

Petrol Price Today - આજે પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો

તેલ માર્કેટિંગ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધારી દીધા. કાચા તેલના ભાવમાં થોડા દિવસ પહેલા આવેલ તેજી પછી ભાવ ફરી વધી ગયા છે.  તેલના ઉત્પાદનમાં કપાતને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં સતત ત્રણ દિવસથી તેજીની પ્રક્રિયા ચાલી રહી છે. જેનાથી આવનારા દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વૃદ્ધિ થવાની શક્યતા છે. 
 
તેલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં છ પૈસા અને ડીઝલના ભાવમાં પાંચ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.  ઈંડિયન ઓઈલની વેબસાઈટ  મુજબ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ગુરૂવારે પેટ્રોલના ભાવ વધીને ક્રમશ 70.39 રૂપિયા, 72.50 રૂપિયા રૂપિયા અને 73.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. 
 
ચારેય મહાનગરમાં ડીઝલના ભાવ પણ વહીને ક્રમશ 65.67 રૂપિયા, 67.45 રૂપિયા, 68.76  રૂપિયા અને 69.37 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યા. આંતરરાષ્ટ્રીય બજાર ઈંટર કાંટિનેટલ એક્સચેંજ એટલે કે આઈસીઈ પર બેટ ક્રૂડના એપ્રિલ ડિલીવરી કરારમાં ગયા સત્રના મુકાબલે 0.61  ટકાની તેજી સાથે 64 ડોલર બૈરલ પર વેપાર ચાલી રહ્યો હતો. 
 
બીજી બાજુ ન્યુયોર્ક મર્કેટાઈલ એક્સચેંલ એટલે કે  નાયમૈક્સ પર વેસ્ટ ટેક્સાસ ઈંટરમીડિયેટ એટલે કે ડબલ્યુટીઆઈના માર્ચ સૌદામાં 0.52 ટકાના વધારા સાથે 54.22 ડોલર પ્રતિ બૈરલનો વેપાર ચાલી રહ્યો હતો.