બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (17:13 IST)

Reliance Jio નો દિવાળી ધમાકો Jio Phone Next ની આતુરતા થશે ખતમ, મળી એ મોટી જાહેરાત

મુકેશ અંબાણી (Mukesh Ambani) ની ટેલિકૉમ કંપની Reliance Jio ના સૌથી સસ્તા Jio Phone Next Budget 4G Smartphone ની રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 10 સપ્ટેમ્બરના રોજ ફોનનુ વેચાણ શરૂ થયુ હતુ પણ કંપોનેટની કમીને કારને ડેટને Diwali 2021 સુધી આગળ સરકાવી દેવામાં આવી હતી. અને છેવટે Jio Phone Next Launch Date ને લઈને માહિતી સામે આવવા માંડી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કંપનીએ તેની વાર્ષિક સામાન્ય સભામાં તેનો સૌથી સસ્તો ફોન રજૂ કર્યો હતો. આ ફોન ખાસ કરીને એ લોકોને પસંદ આવશે જેઓ એન્ટ્રી-લેવલ કિંમતે એન્ડ્રોઇડનો પ્રથમ વખત અનુભવ કરવા માગે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવાળી 2021ને ગ્રાહકો માટે ખાસ બનાવવા માટે મુકેશ અંબાણીની કંપની 4 નવેમ્બરે પોતાનો બજેટ સ્માર્ટફોન Jio Phone Next લાવી રહી છે
 
ભારતીય માર્કેટમાં મુકેશ અંબાણીના આ લેટેસ્ટ અને આવનારા ફોનની કિમંત 3,000 થી 3,500 રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે.
 
Jio Phone Next Features (લીક)
 
ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ એન્ટ્રી-લેવલ ફોનમાં આ સ્માર્ટફોનમાં 720x1440 પિક્સલ રિઝોલ્યુશન સાથે HD+ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 215 પ્રોસેસર સાથે 2 GB રેમ આપવામાં આવી શકે છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોઇડ 11 (ગો એડિશન) પર કામ કરે છે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોનમાં લાઇફ લાવવા માટે ફોનમાં ગ્રાહકો 5.5 ઇંચની સ્ક્રીન, 16 જીબી રેમ ઇન્ટરનલ સ્ટોરેજ સાથે 2500 એમએએચ બેટરી મેળવી શકે છે. આ Jio ફોન આ વખતે KaiOS સાથે નહીં પરંતુ Android OS (ગો એડિશન) સાથે આવશે. કેમેરાની વાત કરીએ તો ફોનના બેક પેનલ પર 13-મેગાપિક્સલનો કેમેરા સેન્સર અને ફ્રન્ટમાં 8-મેગાપિક્સલનો કેમેરા સેન્સર આપવામાં આવી શકે છે