શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 4 એપ્રિલ 2017 (10:38 IST)

SBIમાં મોંધી થઈ બેકિંગ, મોટાભાગના સેવાઓના ચાર્જેસમાં વધારો

જો તમારા ખાતા ભારતીય સ્ટેટ બેંકમાં હોય તો આ સમાચાર તમારા કામના છે. બેંકે પોતાના નિયમોમાં ખૂબ ફેરફાર કર્યો છે. આ નિયમ નવા નાણાકીય વર્ષ મતલબ 1 એપ્રિલથી લાગૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સ્ટેટ બેંકમાં 5 સહાયક બેંકોના ઉપરાંત ભારતીય મહિલા બેંકનો વિલય થઈ ચુક્યો છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ બીકાનેર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર સામેલ છે.  એસબીઆઈના નિયમોમા ફેરફારથી આ 6 બેંકોના ગ્રાહકો પર પણ અસર પડશે. 
 
આ ગ્રાહકો પર પણ લાગૂ પડશે નવા નિયમ 
 
એસ.બી. આઈએ પોતાના ખાતાધારકોને એકાઉંટમાં ન્યૂનતમ રકમ ન મુકતા વધુ ફી લેવાનુ શરૂ કરી દીધુ છે. આ સાથે જ હવે કસ્ટમર્સને ચેક બુક અને લોકર માટે પણ વધુ પૈસા આપવા પડશે.  આ ફી પાંચ પૂર એસોસિએટ બેંક અને ભારતીય મહિલા બેંકના ગ્રાહકો પર પણ લાગૂ થશે. આ બેંકોના સ્ટેટ બેંકમાં વિલય 1 એપ્રિલથી પ્રભાવમાં આવી ગયા. વિલય પછી એસ.બી.આઈ ગ્રાહકોની સંખ્યા વધીને 37 કરોડ થઈ ગઈ છે. 
 
લોકરનું ભાડુ પણ વધ્યુ 
 
સ્ટેટ બેંકે લોકરનુ ભાડુ પણ વધાર્યુ છે. સાથે જ એક વર્ષમાં લોકરના ઉપયોગની સંખ્યા પણ ઓછી કરવામાં આવી છે. 12 વાર ઉપયોગ કર્યા પછી ગ્રાહકોને 100 રૂપિયા સાથે સર્વિસ ટેક્સ આપવો પડશે.  ચેક બુકના મમાલે ચાલુ ખાતાધારકોને એક નાણાકીય વર્ષમાં 50 ચેક મફત મળશે.  ત્યારબાદ તેણે ચેકના પ્રતિ પાન માટે 3 રૂપિયા આપવા પડશે.  આ રીતે 25 પાનની ચેક બુક માટે તેમને 75 રૂપિયા સાથે સર્વિસ ટેક્સ પણ આપવો પડશે. 
 
ન્યૂનતમ બેલેંસ ન રાખતા દંડ ભરવો પડશે. 
 
હવે માસિક આધાર પર 6 મહાનગરોમાં એસબીઆઈની શાખામાં સરેરાશ 5000 રૂપિયા રાખવા પડશે. બીજા શહેરો અને અર્ધ શહેરી શાખાઓ માટે ક્રમશ ન્યૂનતમ રકમ સીમા 3000 રૂપિયા અને 2000 રૂપિયા રાખવામાં આવી છે.   ગ્રામીણ શાખાઓના મામલે ન્યૂનતમ રકમ 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એસબીઆઈના બચત ખાતાધારકોને માસિક આધાર પર ન્યૂનતમ રકમને તમારા ખાતામા રાખવી પડશે.  આવુ નહી થતા તેમને 20 રૂપિયા (ગ્રામીણ શાખા)થી 100 રૂપિયા (મહાનગર) આપવા પડશે.