રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 9 નવેમ્બર 2016 (12:04 IST)

જાણો 500 અને 2000ની નવી નોટમાં શુ છે ખાસ...

પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધિત કરતા સીમા પારથે આવી રહેલ નકલી નોટ પર લગામ લગાવવા માટે મોટુ પગલુ ઉઠાવ્યુ છે. મોદીએ 500 અને 1000ના નોટને તત્કાલ પ્રભાવથી બંધ કરવાનો આદેશ આપ્યો. પીએમ મોદીના સંબોધન પછી આર.બી.આઈ તરફથી 500 અને 2000 રૂપિયાની નોટ રજુ કરવામાં આવી છે. આરબીઆઈએ કહ્યુ કે નવા નોટ આજે રાતથી રજુ થઈ  જશે. 
જેને તસ્વીરમાં જોઈ શકાય છે. આ નોટ જૂના 500ની નોટ કરતા એકદમ જુદી છે. રૂપથી લઈને આ નોટના રંગ સુધીમાં ફેરફાર જોઈ શકાય છે.  500 રૂપિયાની નોટમાં એક બાજુ મહાત્મા ગાંધીની તસ્વીર લાગી છે અને બીજી બાજુ લાલ કિલ્લાની તસ્વીર લાગેલી છે. આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાનનો લોકો પણ લાગેલ છે. 


 
 
 

બીજી બાજુ 2000 રૂપિયાના નોટમાં એક બાજુ મહાત્મા ગાંધીની તસ્વીર લાગી ક હ્હે અને બીજી બાજુ મંગલયાનની તસ્વીર દર્શાવી છે. આ સાથે સ્વચ્છ ભારતના લોગો સાથે તેની નીચે એક કદમ સફળતાની તરફ લખવામાં આવ્યુ છે. 

મીડિયા રિપોર્ટ્સમાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે, 2000ની નોટોમાં NGC (નેનો ગ્લોબલ પોઝિશનિંગ ચિપ) લાગેલી છે. જેને નોટમાંથી દૂર નહીં કરી શકાય તથા નોટની સાથે જ તેનો નાશ થશે. તેને ચલાવવા માટે 'પાવર'ની જરૂર નહીં પડે અને તે 'રિફ્લેક્ટર' જેવું કામ કરશે. જેને સેટેલાઈટ ટ્રેક કરી શકશે. જો જમીનની નીચે 120 મીટર સુધી નોટો સંગ્રહવામાં આવી હશે તો પણ સેટેલાઈટ દ્વારા માલૂમ પડી શકશે. જેથી ભ્રષ્ટાચારીઓ, કાળું નાણું જમા કરાવનારાઓ તેનો ક્યાંય સંગ્રહ કરશે તો તેને ટ્રેક કરી શકાશે. 
 
શા માટે ન હોય શકે GNC?
 
- સોશિયલ મીડિયા દ્વારા GNCનો શ્રેય અનિલ બોકિલ નામના એન્જિનિયરને આપવામાં આવે છે. જોકે, divyabhaskar.com સાથે વાતચીતમાં તેમણે આ પ્રકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. 
- GNC શ્રેણીમાં સૌથી પાતળી ચિપ 2mmની છે. વ્યવહારિક રીતે તેને પર્સમાં રાખવી કે વાળવી શક્ય નથી. 
- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બુધવારે જાહેરાત આપવામાં આવી. જેમાં નવી 2000ની નોટની 17 ખાસિય જણાવવામાં આવી છે. 
- જો RBI દ્વારા 'ક્રાંતિકારી ચિપ' લગાડવામાં આવી હોય અને રિઝર્વ બેન્ક તેનો ઉલ્લેખ પણ ન કરે તે શક્ય નથી. 
- આ પ્રકારની ટેક્નોલોજી વિશ્વના અન્ય કોઈ દેશની ચલણી નોટ કે ક્રેડિટ-ડેબિટ કાર્ડમાં હોવાનું જાણવા નથી મળતું. 

 
એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે, NGC શ્રેણીમાં ઓરિજિન GPS એ સૌથી માઈક્રો ટેક્નોલોજી છે. જેનું કદ 4.1x4.1x2 mm છે. જે મોબાઈ, સ્માર્ટ વોચિઝ, કે જીપીએસ ટ્રેકર જેવા ડિવાઈસીઝ માટે ઉપયોગી છે. જોકે, તેને પાવરની જરૂર રહે છે. ઉપરાંત તે 'રફ એન્ડ ટફ' યુઝ માટે નથી. સ્વાભાવિક રીતે જ ચલણી નોટો મેલી થવાની, ગંદી થવાની, વળવાની એટલે તેમાં આ પ્રકારની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. જ્યારે રિઝર્વ બેન્ક દ્વારા જાહેરાતના બીજા દિવસે બુધવારે સવારે આપવામાં આવેલી જાહેરાતો પ્રમાણે, નવી નોટ્સની સાઈઝ 66mmX166mm છે.
આ સાથે જ તમને બતાવી દઈએ કે 50 દિવસની અંદર તમને તમારા ખિસ્સા કે એટીએમમાં મુકેલા 500 અને 1000ના જૂના નોટને બેંકમાં જમા કરાવવા પડશે.  આજે દેશભરના તમામ બેંક બંધ રહેશે. આ સાથે જ 9-10 નવેમ્બરના રોજ એટીએમ પણ બંધ રહેશે. ત્યારબાદ એક દિવસમાં એટીએમમાંથી તમે 2000 રૂપિયા રોજ કાઢી શકશો.