સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 17 એપ્રિલ 2019 (11:05 IST)

HC ના ઓર્ડર પછી ગૂગલે ભારતમાં TikTok એપને કર્યુ બ્લોક, પ્લે સ્ટોર પરથી થયુ ગાયબ

ટેક દિગ્ગજ કંપની ગૂગલે મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશનુ પાલન કરતા ભારતમાં પૉપુલર વીડિયો શેયરિંગ એપ ટિક ટૉક  (TikTok) ને બ્લોક કરી દીધુ છે. મતલબ હવે આ એપને ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ નથી કરી શકાતુ. ભારતમાં ટિક ટૉકનો એક મોટો બજાર છે અને ગૂગલથી સંચાલિત થનારા એંડ્રોયડ સ્માર્ટફોન્સની સંખ્યા પણ વધુ છે. હાલ ios થી એપ હટાવવાની માહિતી મળી નથી. 
 
તાજેતરમાં જ કોર્ટે કેન્દ્ર સરકારને TikTok  એપને બૈન લગાવવાનુ કહ્યુ હતુ. બૈન કરવાનુ કારણ બતાવ્યુ હતુ કે આ એપ પૉર્નોગ્રાફિક કંટેટને પ્રોત્સાહિત કરે છે. ચીનની કંપની Bytedance ટેકનોલોજીએ કોર્ટને ટિકટૉક એપ પરથી બૈન ખતમ કરવાની અપીલ કરી હતી. જો કે કોર્ટે અપીલ રદ્દ કરી દીધી હતી. ત્યારબાદ જ ગૂગલે એપને હટાવવાનો નિર્ણય કર્યો. હાલ ગૂગલે આ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યુ નથી. 
 
મદ્રાસ હાઈકોર્ટે 3 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારને ટિકટૉક પર બૈન લગાવવા માટે કહ્યુ હતુ. કોર્ટે કહ્યુ હતુ કે ટિકટૉક એપ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપી રહ્યુ છે. અને આ બાળકોમાં યૌન હિંસા પણ વધારી રહ્યુ છે. કોર્ટ દ્વારા ટિકટૉપને બૈન કરવાનો નિર્ણય એક વ્યક્તિ દ્વારા જનહિત અરજી દાખલ કર્યા પછી લેવામાં આવ્યો
 
આઈ મંત્રાલયના એક અધિકારી મુજબ કેન્દ્રએ હાઈકોર્ટના આદેશ પછી એપલ અને ગૂગલને એપ બૈન કરવા માટે  લેટર લખ્યો હતો. સરકારે લેટરમાં ગૂગલ અને એપલને મદ્રાસ હાઈકોર્ટના આદેશનુ પાલન કરવા માટે કહ્યુ હતુ. મંગળવારે મોડી રાત સુધી  ios પર એપ હતુ. જ્યારે કે ગૂગલ પ્લે સ્ટોર પરથી એપને હટાવી ચુકાયુ છે. 
 
સોમવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. જેમા કોર્ટે કહ્યુ કે હાલ આ મામલાની સુનાવણી મદ્રાસ હાઈકોર્ટમાં થઈ રહી છે. આવામાં સુપ્રીમ કોર્ટ આની સુનાવણી 22 એપ્રિલના રોજ કરશે. જો કે સુપ્રીમ કોર્ટ આ દરમિયાન એપને લઈને મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવવાનો ઈનકાર પણ કર્યો હતો.